Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 48:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, નાસી જતા લોકોને પૂછો. શું થયું છે?’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અરે અરોએરમાં રહેનારી, તું માર્ગ પર ઊભી રહીને તાકી રહે; જે પુરુષ નાસે છે, ને જે સ્ત્રી જતી રહે છે, તેઓને પૂછ કે, શું થયું છે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

19 હે અરોએરમાં વસનારા લોકો, માર્ગ પર ઊભા રહીને જુઓ, અને નાસી જતા લોકોને પૂછપરછ કરો અને શું બન્યું તે શોધી કાઢો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

19 “હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, ભાગી જતા લોકોને પૂછો. શું થયું છે?

See the chapter Copy




યર્મિયા 48:19
10 Cross References  

તેઓએ યર્દન ઊતરીને દક્ષિણ તરફના નગર અરોએરની ખીણમાં છાવણી કરી. પછી તેઓએ ગાદથી યાઝેર સુધી મુસાફરી કરી.


યોએલના દીકરા શેમાના દીકરા આઝાઝનો દીકરો બેલા. તેઓ અરોએરમાં છેક નબો તથા બઆલ-મેઓન સુધી રહેતા હતા.


ગાદના વંશજોએ દીબોન, અટારોથ, અરોએર,


આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોએર તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એક પણ નગર એવું મજબૂત નહોતું કે આપણાથી જિતાય નહિ. ઈશ્વર આપણા યહોવાહે આપણા સર્વ શત્રુઓ પર વિજય આપ્યો.


સીહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું.


જયારે ઇઝરાયલ હેશ્બોનમાં તથા તેનાં ગામોમાં, અરોએરમાં તથા તેનાં ગામોમાં અને આર્નોનના કાંઠા પરના સઘળાં નગરમાં, ત્રણસો વર્ષ સુધી રહ્યા હતા, તો તે સમય દરમિયાન તે તમે પાછાં કેમ ન લીધાં?


તે માણસે એલીને કહ્યું, “યુદ્ધમાંથી જે આવ્યો તે હું છું. આજે હું સૈન્યમાંથી નાસી આવ્યો છું. “તેણે કહ્યું, “મારા દીકરા, ત્યાં શું થયું.?”


Follow us:

Advertisements


Advertisements