Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 44:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પરંતુ જ્યારથી અમે આકાશની રાણીને આહુતિ આપવાનું અને પેયાર્પણો ચઢાવવાનું બંધ કર્યું, ત્યારથી અમે ભારે મુશ્કેલીઓ ભોગવીએ છીએ, તલવારથી અને દુકાળથી અમે નાશ પામીએ છીએ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પણ અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળવાનું ને તેને પેયાર્પણો રેડવાનું મૂકી દીધું, ત્યારથી અમને સર્વ પ્રકારની તંગી પડવા માંડી છે, ને અમે તરવારથી તથા દુકાળથી નાશ પામીએ છીએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 પરંતુ જ્યારથી અમે આકાશની રાણીને ધૂપ ચડાવવાનું અને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડવાનું બંધ કર્યું ત્યારથી અમારે એ બધાની અછત છે, અને અમે યુદ્ધથી અને દુકાળથી નાશ પામ્યા છીએ.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

18 પરંતુ જ્યારથી અમે આકાશની સામ્રાજ્ઞીને આહુતિ આપવાનું અને પેયાર્પણો ચઢાવવાનું બંધ કર્યું, ત્યારથી અમે ભારે મુશ્કેલીઓ ભોગવીએ છીએ, યુદ્ધનો કે દુકાળનો અમે ભોગ થઇ પડ્યા છીએ.”

See the chapter Copy




યર્મિયા 44:18
8 Cross References  

દમસ્કસના જે દેવોએ તેને હાર આપી હતી તેઓને તેણે બલિદાનો ચઢાવ્યા. તેણે કહ્યું, “કેમ કે અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેને અને આખા ઇઝરાયલને ભારે નુકસાન થયું.


વળી જે ઘરની અગાસી પર તેઓએ આકાશના સર્વ સૈન્ય સારુ ધૂપ બાળ્યો છે અને બીજા દેવોને પેયાર્પણો રેડ્યાં છે તે બધાં ઘરો એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓ અશુદ્ધ કરેલા ઘરો તોફેથ જેવાં બની જશે.”


ત્યાર પછી જે સ્થળોમાં તેઓ વિખેરાઈ ગયા હતા તે સર્વ સ્થળોએથી સર્વ યહૂદીઓ પાછા ફરીને યહૂદિયા દેશમાંના મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા. અને તેઓએ પુષ્કળ દ્રાક્ષારસ તથા ઉનાળાંમાં પાકેલાં ફળ ભેગાં કર્યાં.


કેમ કે તેમની માતા ગણિકા છે, તેમનો ગર્ભધારણ કરનારીએ શરમજનક કાર્ય કર્યું છે. તેણે કહ્યું, “હું મારા પ્રીતમોની પાછળ જઈશ, કેમ કે, તેઓ મને મારી રોટલી, પાણી, મારું ઊન, મારું શણ, મારું તેલ અને પીણું આપે છે.”


Follow us:

Advertisements


Advertisements