યર્મિયા 44:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યહૂદિયાના બાકી રહેલા લોકો જેઓએ મિસર જઈને વસવાનો નિર્ધાર કર્યો છે, તેઓને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; તેઓ તલવારથી તથા દુકાળથી મરશે. નાનામોટા સર્વ તલવારથી કે દુકાળથી માર્યા જશે અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ, નિંદારૂપ થઈ પડશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યહૂદિયાના બાકી રહેલાઓમાંના જેઓએ મિસર દેશમાં જઈ રહેવા માટે ઠરાવ કર્યો છે, તેઓને હું જોઈ લઈશ, ને તેઓ સર્વનો નાશ થશે. મિસર દેશમાં તેઓ પડશે. તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામશે; નાનાથી તે મોટા સુધી તમામ તરવારથી તથા દુકાળથી માર્યા જશે; અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ તથા નિંદારૂપ થઈ પડશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.12 યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે ઇજિપ્ત જઈ વસવાનો નિર્ધાર કર્યો છે તેમનો કબજો લઈને હું તેમનો નાશ કરીશ. તેઓ ઇજિપ્તમાં યુદ્ધ કે ભૂખમરાથી માર્યાં જશે; અરે, નાનામોટાં તમામ યુદ્ધ અને ભૂખમરાથી માર્યા જશે અને તેઓ ધિક્કારપાત્ર, ત્રાસરૂપ, શાપરૂપ અને નિંદાપાત્ર બનશે. See the chapterપવિત્ર બાઈબલ12 યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે મિસર જઇને વસવાનો નિર્ધાર કર્યો છે, તેમને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; કોઇ યુદ્ધમાં મરશે તો કોઇ દુકાળમાં મરશે. નાનામોટા સૌ યુદ્ધમાં કે દુકાળમાં મરી પરવારશે. તેમની દશા જોઇને લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે. સૌ તેમની હાંસી અને નાલેશી કરશે, અને તેમનું નામ શાપરૂપ લેખાશે. See the chapter |