Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 43:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 “તું તારા હાથમાં મોટા પથ્થરો લે, તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળ ફરસબંધીમાં યહૂદાના દેખતાં એ મોટા પથ્થરને ચૂનાથી રંગી સંતાડી દે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 “તું તારા હાથમાં મોટા પથ્થરો લે, ને તાહપાન્હેસમાં ફારુનના મહેલના દ્વારની પાસેની ફરસબંધીમાં યહૂદીઓના જોતાં તે પથ્થરોને ચૂનાથી ઢાંકી દે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 “તું તારા હાથમાં થોડા મોટા પથ્થરો લઈને યહૂદિયાના લોકોના દેખતાં આ તાહપાન્હેસ નગરમાં આવેલા ઇજિપ્તના રાજાના વિશ્રામગૃહના પ્રવેશદ્વાર પાસે ઇંટોની પગથીમાં ગારાથી જડીને ઢાંકી દે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

9 “તું મોટા પથ્થરો લે, પછી યહૂદિયાના માણસોને ભેગા કર અને તેઓના દેખતા અહીં તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળના ફરસબંધીવાળા માર્ગમાં એ મોટા પથ્થરને દાટી દે.

See the chapter Copy




યર્મિયા 43:9
18 Cross References  

દાઉદ નગરના લોકોને બહાર લાવ્યો. તેઓને ગુલામ બનાવ્યાં. અને તેઓને કરવત, તીકમ અને કુહાડા વડે કામ કરાવ્યું. વળી તેઓની પાસે દબાણપૂર્વક ઈંટોના ભઠ્ઠાઓમાં પણ મજૂરી કરાવી. દાઉદે આમ્મોનીઓનાં તમામ નગરોની એવી દુર્દશા કરી. પછી દાઉદ તથા ઇઝરાયલી સૈન્ય યરુશાલેમમાં પાછાં આવ્યાં.


તેઓની પાસે જાતજાતની મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો તૈયાર કરવાની તથા ખેતરોમાં ખેડવાથી માંડીને લણણી સુધીની મહેનતનાં કામો કરાવીને તેઓનું જીવન અસહ્ય બનાવી દીઘું.


વળી મિસરના રાજા ફારુન તેના સેવકો અને તેના અધિકારીઓને તેના બધા લોકોએ આ પીણું પીધું.


પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે; ‘જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને સંદેશવાહક મોકલીને બોલાવીશ. જે પથ્થરો મેં સંતાડ્યા છે તેના પર હું તેનું રાજ્યાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો ભવ્ય મંડપ ઊભો કરશે.”


તાહપાન્હેસમાં યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,


યહોવાહ કહે છે; ‘જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના શત્રુના હાથમાં તથા તેનો જીવ શોધનારાઓના હાથમાં સોંપીશ.’”


વળી હે મનુષ્યપુત્ર, એક ઈંટ લઈને તારી આગળ મૂક. તેના પર યરુશાલેમનું ચિત્ર દોર.


મેં પ્રબોધકો સાથે વાત કરી છે. મેં તેઓને ઘણાં સંદર્શનો આપ્યાં છે. મેં તેઓને પ્રબોધકો મારફતે દ્રષ્ટાંતો આપ્યા છે.”


પોતાને સારુ ઘેરો માટે પાણીનો સંગ્રહ કર; તારા કિલ્લાઓ મજબૂત બનાવ, માટીમાં ઊતરીને પગે ચાલીને ખાંડણી બનાવ અને ઈંટના બીબાં બનાવ.


તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, ‘પવિત્ર આત્મા એમ કહે છે કે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને બિનયહૂદીઓના હાથમાં સોંપશે.’”


પછી એક બળવાન સ્વર્ગદૂતે મોટી ઘંટીના પડ જેવો એક પથ્થર ઊંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે, ‘તે મોટા નગર બાબિલોનને એ જ રીતે નિર્દયતાપૂર્વક નાખી દેવામાં આવશે. અને તે ફરી કદી પણ જોવામાં નહિ આવે.


Follow us:

Advertisements


Advertisements