યર્મિયા 42:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અમારા ઈશ્વર યહોવાહની પાસે તને મોકલીએ છીએ અમે તેમનું કહ્યું કરીશું, પછી ભલે તે સારું હોય કે ખરાબ હોય. અને એ પ્રમાણે અમારા ઈશ્વર યહોવાહનું કહ્યું માનવાથી અમારું હિત થાય.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અમારા ઈશ્વર યહોવાની પાસે અમે તને મોકલીએ છીએ, તેમનું કહ્યું અમે માનીશું, પછી તે સારું હોય કે માઠું હોય; અને એ પ્રમાણે અમારા ઈશ્વર યહોવાનું કહ્યું માનવાથી અમારું હિત થાય.” See the chapterપવિત્ર બાઇબલ C.L.6 અમે તને અમારા ઈશ્વર પ્રભુ પાસે અમારી પ્રાર્થના રજૂ કરવા મોકલીએ છીએ. અમે તેમની વાણીને જરૂર આધીન થઈશું; પછી તે અમને સારું લાગે કે ખરાબ; કારણ, એમાં જ અમારું હિત સમાયેલું છે. અમે જરૂર અમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થઈશું.” See the chapterપવિત્ર બાઈબલ6 અમને પસંદ પડે, ન પડે પણ અમે અમારા દેવ યહોવાનું કહ્યું કરીશું, જેની પ્રાર્થના કરવા અમે તમને મોકલીએ છીએ. અમે જો અમારા દેવ યહોવાનું કહ્યું કરીશું તો સૌ સારા વાનાં થશે.” See the chapter |