Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 42:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે તેમણે યર્મિયાને કહ્યું, “યહોવાહ અમારા સાચા અને વિશ્વાસુ સાક્ષી થાઓ, કે જે કંઈ તારા ઈશ્વર યહોવાહ તમારી મારફતે અમને કહેશે તે મુજબ અમે પાલન કરીશું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પછી તેઓએ યર્મિયાને કહ્યું, “યહોવા અમારા ખરા તથા વિશ્વાસુ સાક્ષી થાઓ કે, જે કંઈ તારા ઈશ્વર યહોવા તારી મારફતે અમને કહી મોકલશે તે પ્રમાણે અમે કરીશું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 પછી તેમણે યર્મિયાને કહ્યું, “તારા ઈશ્વર પ્રભુ અમારે માટે તને જે કહે તે પ્રમાણે અમે સંપૂર્ણપણે પાલન ન કરીએ તો પ્રભુ પોતે અમારી વિરુદ્ધ સાચા અને વિશ્વાસુ સાક્ષી થાઓ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 ત્યારે તેમણે યર્મિયાને કહ્યું, “જો તમારી મારફતે યહોવાએ આપેલી બધી સૂચનાઓનું અમે પાલન ન કરીએ તો ભલે યહોવા અમારી વિરુદ્ધ મજબૂત અને વિશ્વાસુ સાક્ષી બની રહે.

See the chapter Copy




યર્મિયા 42:5
17 Cross References  

જો તું મારી દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે અથવા મારી દીકરીઓ સિવાય બીજી પત્નીઓ કરે, તો આપણી વચ્ચે કોઈ માણસ નહિ પણ ઈશ્વર સાક્ષી છે.”


પછી તેઓએ મૂસાને કહ્યું, “અમારી સાથે તું જ બોલ, તો અમે સાંભળીશું, પણ યહોવાહ અમારી સાથે બોલે નહિ. જો તે બોલશે તો અમે બધા મરી જઈશું.”


“તમારે તમારા ઈશ્વર યહોવાહનું નામ વ્યર્થપણે ન લેવું. કારણ કે તે માણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ મારું નામ વ્યર્થપણે લેશે તેને સજા કર્યા વિના હું રહેવાનો નથી.”


કેમ કે તમે તમારાં હ્રદયોમાં કપટ કર્યું છે. ‘કારણ કે અમારા ઈશ્વર યહોવાહની આગળ અમારે માટે પ્રાર્થના કર. અને જે કંઈ અમારા ઈશ્વર યહોવાહ કહે છે તે તું અમને કહેજે અને અમે તે કરીશું.’


ત્યારે હોશાયાના દીકરા અઝાર્યાએ અને કારેઆના દીકરા યોહાનાને તથા બીજા અભિમાની માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે. અમે મિસરમાં જઈએ તેવું અમારા ઈશ્વર યહોવાહે તને કહ્યું નથી.’


તેથી કારેઆના દીકરા યોહાનાને, સૈન્યના સર્વ સરદારોએ અને સર્વ લોકોએ યહૂદિયામાં રહેવા વિષેનું યહોવાહનું વચન માન્યું નહિ.


જો કે, ‘જીવતા યહોવાહના સમ’ એમ કહીને તેઓ સમ ખાય છે. તેઓ ખોટી પ્રતિજ્ઞા લે છે.


હે સર્વ પ્રજાઓ, સાંભળો. પૃથ્વી તથા તેના પર રહેનારાઓ સર્વ ધ્યાન આપો. પ્રભુ પોતાના પવિત્ર સભાસ્થાનમાંથી, એટલે પ્રભુ યહોવાહ તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.


પણ તું કહે છે, “શા માટે તે નહિ?” કેમ કે, યહોવાહ તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે, જોકે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે.


“પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ. જાદુગરો, વ્યભિચારીઓ અને જૂઠા સાક્ષીઓ વિરુદ્ધ તથા મજૂર પર તેના વેતનમાં જુલમ કરનારની વિરુદ્ધ, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, પરદેશીનો હક પચાવી પાડનાર તથા મારો આદર નહિ કરનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ,” એમ સૈન્યોના યહોવાહ કહે છે.


કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું


તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા;


લાઓદિકિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિના મૂળરૂપ છે, તે આ વાતો કહે છે.


ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, “ઈશ્વર આપણી વચમાં સાક્ષી થાઓ! નિશ્ચે અમે તારા કહ્યા પ્રમાણે કરીશું.”


તેણે તેઓને કહ્યું, “ઈશ્વર તમારી સામે સાક્ષી છે, આજ તેનો અભિષિક્ત સાક્ષી છે, કે મારી પાસેથી તમને કશું મળ્યું નથી.” તેઓએ કહ્યું, “ઈશ્વર સાક્ષી છે.”


યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિએ જા, કેમ કે આપણે બન્નેએ ઈશ્વરને નામે સોગન ખાધા છે કે, ‘ઈશ્વર સદાકાળ સુધી મારી તથા તારી વચ્ચે, મારા તથા તારા સંતાનની વચ્ચે રહો.’ પછી દાઉદ ઊઠીને વિદાય થયો અને યોનાથાન નગરમાં ગયો.


Follow us:

Advertisements


Advertisements