Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 42:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 આજે મેં તમને તે જણાવ્યું છે. પરંતુ જે બાબતો વિષે તમારા ઈશ્વર યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે. તેમાંની એક પણ બાબતમાં તમે યહોવાહનું સાંભળ્યું નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 આજે મેં તમને તે કહી દેખાડયું છે! પણ જે બાબતો વિષે તમારા ઈશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે, તેમાંની એકપણ બાબતમાં તમે યહોવાનું વચન માન્યું નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

21 હવે મેં તમને બધું જણાવ્યું છે, છતાં તમારા ઈશ્વર પ્રભુએ મારા દ્વારા કહેવડાવ્યું છે તે તેમની વાણીને તમે આધીન થતા નથી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

21 યહોવાએ મને જે કહ્યું તે સર્વ મેં આજે તમને જણાવ્યું છે. પરંતુ અગાઉ ઘણી વખત કર્યું હતું તેમ હમણાં પણ તમે આધીન થવાના નથી,

See the chapter Copy




યર્મિયા 42:21
16 Cross References  

તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.


તેઓના ઈશ્વર યહોવાહે તેઓની પાસે યર્મિયાને જે વચન કહેવા માટે મોકલ્યો હતો તે સર્વ વચન જ્યારે યર્મિયા લોકોની આગળ બોલી રહ્યો,


તેથી કારેઆના દીકરા યોહાનાને, સૈન્યના સર્વ સરદારોએ અને સર્વ લોકોએ યહૂદિયામાં રહેવા વિષેનું યહોવાહનું વચન માન્યું નહિ.


મિસર દેશમાં રહેવા ગયા. તેઓએ યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેઓ તાહપાન્હેસ પહોંચ્યા.


જોકે તેઓ મારા શબ્દો સાંભળે કે ન સાંભળે, તોપણ તારે તેઓને મારા વચન કહી સંભળાવવા, કેમ કે તેઓ તો બંડખોર પ્રજા છે.


“હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી લોકો પર ચોકીદાર તરીકે નીમ્યો છે; તેથી મારા મુખમાંનાં વચન સાંભળ અને મારા તરફથી તેઓને ચેતવણી આપ.


મારા લોકો વારંવાર કરતા હોય તે પ્રમાણે તારી પાસે આવે છે, તારી આગળ બેસીને તારું સાંભળે છે, પણ તેઓ તે પાળતા નથી. તેઓના મુખમાં સાચા શબ્દો છે પણ હૃદય ખોટા લાભ પાછળ જાય છે.


કેમ કે તું તેઓને કોઈ સુંદર અવાજવાળો અને કુશળ રીતે વાજિંત્ર વગાડનારો હોય તેના જેવો લાગે છે. તારા સંદેશાઓ તેઓના માટે મનોરંજન જેવા હોય છે. કારણ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ તેઓમાંના કોઈ તેનો અમલ કરતો નથી.


જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો;


રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે તે પોતાના હૃદયમાં આશીર્વાદ આપીને કહે કે, હું મારા હૃદયની હઠીલાઈ પ્રમાણે ચાલું અને સૂકાની સાથે લીલાનો નાશ કરું તો પણ મને શાંતિ મળશે.


જુઓ, આજે મેં તમારી આગળ જીવન તથા સારું, મરણ તથા ખોટું મૂક્યાં છે.


હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી આગળ સાક્ષી રાખું છું કે મેં તમારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે. માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારા વંશજો જીવતા રહો.


Follow us:

Advertisements


Advertisements