યર્મિયા 42:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 કેમ કે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; જેમ મારો ક્રોધ અને રોષ યરુશાલેમના રહેવાસીઓ પર રેડાયો છે તેમ તમે મિસર જશો ત્યારે મારો ક્રોધ તમારાં પર રેડાશે. અને તમે ધિક્કારરૂપ, વિસ્મયરૂપ શાપરૂપ તથા નિંદારૂપ થશો. અને આ સ્થળને તમે ફરી જોવા પામશો નહિ.’ See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જેમ મારો કોપ તથા મારો ક્રોધ યરુશાલેમના રહેવાસીઓ પર રેડાયો છે, તેમ જ્યારે તમે મિસરમાં પ્રવેશ કરશો, ત્યારે મારો ક્રોધ તમારા પર રેડાશે. અને તમે ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ તા નિંદારૂપ થશો. અને આ સ્થળને તમે ફરીથી જોશો નહિ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.18 વળી, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેમ યરુશાલેમના લોકો ઉપર મેં મારો ક્રોધ અને કોપ રેડી દીધા તેમ જ જો તમે ઇજિપ્ત જશો તો ત્યાં હું તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. ત્યાં તમે ધિક્કારપાત્ર, અને ત્રાસદાયક બનશો; લોકો તમને શાપ આપશે અને તમારી નિંદા કરશે અને આ સ્થાનને તમે ફરી કદી જોવા પામશો નહિ.” See the chapterપવિત્ર બાઈબલ18 “કારણ કે આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: ‘જેમ મારો ક્રોધ અને રોષ યરૂશાલેમના વતનીઓ પર વરસ્યો હતો તેમ તે તમારા પર વરસશે જો તમે મિસર જશો તો. તમને જોઇને તે લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે; લોકો તમારી હાંસી ઉડાવશે અને તમારું નામ શાપરૂપ બની જશે. તમે ફરી કદી આ જગ્યા જોવા નહિ પામો.’” See the chapter |