Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 41:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ગદાલ્યાની સાથે આવેલા માણસોને ઇશ્માએલે મારી નાખ્યા હતા તેઓ સર્વના મૃતદેહો તેણે એક ટાંકામાં નાખ્યા હતા, તે ટાંકું નથાન્યાના દીકરા ઇશ્માએલે મૃતદેહોથી ભર્યું હતું. અને તે ટાંકું આસા રાજાએ ઇઝરાયલના રાજા બાશાથી રક્ષણ મેળવવા બંધાવ્યું હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ગદાલ્યાની સાથે આવેલા માણસોને ઇશ્માએલે મારી નાખ્યા હતા તેઓનાં સર્વ મુડદાં તેણે ટાંકામાં નાખ્યાં હતાં, તે ટાંકું તેણે મુડદાંથી ભર્યું (તે ટાંકું આસા રાજાએ ઇઝરાયલના રાજા બાશાથી બીહીને બંધાવ્યું હતું).

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 ઇશ્માએલે મારી નાખેલા માણસોનાં શબ જે ટાંકામાં નાખ્યાં તે બહુ મોટું હતું. આસા રાજાએ તે ટાંકું ઇઝરાયલના રાજા બાઅશાથી સંરક્ષણ મેળવવા બંધાવ્યું હતું. ઇશ્માએલે તે ટાંકું મારી નાખેલા માણસોનાં શબથી ભરી દીધું.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

9 ઇશ્માએલે મૃતદેહોને જે ટાંકામાં નાખી દીધા તે ઘણું મોટું હતું. આસા રાજાએ ઇસ્રાએલના રાજા બાઅશાથી રક્ષણ મેળવવા મિસ્પાહના નગરને કિલ્લેબંધ કર્યું ત્યારે તે બંધાવ્યું હતું.

See the chapter Copy




યર્મિયા 41:9
11 Cross References  

હમણાં તે કોઈ ખાડામાં કે કોઈ બીજી જગ્યાએ સંતાયેલા હશે. શરૂઆતના હુમલામાં તમારામાંના કેટલાક માણસો માર્યા જશે. તે વિષે જે કોઈ સાંભળશે તેઓ કહેશે કે, ‘આબ્શાલોમની પાછળ ચાલનાર સૈનિકોની કતલ થઈ રહી છે.’


પરંતુ જેઓને તલવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, જેઓ ખાડાના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વેષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે.


માનવજગત તેઓને રહેવા માટે યોગ્ય ન હતું, તેઓ અરણ્યમાં, પહાડોમાં, ગુફાઓમાં તથા પૃથ્વીની ગુફાઓમાં ફરતા રહ્યા.


મિદ્યાનનો હાથ ઇઝરાયલ વિરુદ્ધ પ્રબળ થયો. મિદ્યાનીઓને લીધે ઇઝરાયલના લોકોએ પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ગઢો છે તે પોતાને માટે બનાવ્યાં.


જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે તેઓ પોતે સંકટમાં આવી પડ્યા છે કેમ કે લોકો દુઃખી હતા, ત્યારે તેઓ ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કૂવાઓમાં, ખાડાઓમાં સંતાઈ ગયા.


તેઓ બન્નેએ પોતાને પલિસ્તીઓના લશ્કરની આગળ જાહેર થવા દીધા. પલિસ્તીઓએ કહ્યું, “જુઓ, જે ગુફાઓમાં હિબ્રૂઓ સંતાઈ રહ્યા હતા તેઓમાંથી તેઓ બહાર નીકળે છે.”


ઇઝરાયલના જે બધા માણસો એફ્રાઇમના પહાડી દેશમાં સંતાઈ ગયા હતા તેઓએ સાંભળ્યું કે પલિસ્તીઓ નાસી રહ્યા છે, ત્યારે તેઓ પણ લડાઈમાં તેઓની પાછળ પડયા.


તે માર્ગે ઘેટાંના વાડા પાસે આવ્યો, ત્યાં ગુફા હતી. શાઉલ હાજત માટે તેમાં ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી દૂરના ભાગમાં બેઠેલા હતા.


Follow us:

Advertisements


Advertisements