યર્મિયા 41:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પણ નથાન્યાનો દીકરો ઇશ્માએલ અહિકામના દીકરા ગદાલ્યાને મારી નાખ્યા પછી બાકી રહેલા લોકોને યોહાનાને મિસ્પાહમાં ઇશ્માએલના હાથમાંથી છોડાવ્યા હતા. એટલે કે જે લડવૈયા પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને ખોજાઓને તે ગિબ્યોનમાંથી પાછાં લઈ આવ્યો હતો તેઓને કારેઆના દીકરા યોહાનાન તથા તેની સાથેના સૈન્યોના સર્વ સરદારો પોતાની સાથે લઈ ગયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 નથાન્યાના પુત્ર ઇશ્માએલે અહીકામના પુત્ર ગદાલ્યાને મારી નાખ્યા પછી બાકી રહેલા લોકોને યોહાનાને મિસ્પામાં ઇશ્માએલના હાથમાંથી છોડાવ્યા હતા, એટલે જે લડવૈયા, સ્ત્રીઓ, છોકરાં તથા ખોજાઓને તે ગિબયોનથી પાછાં લાવ્યો હતો, તેઓને કારેઆનો પુત્ર યોહાનાન તથા તેની સાથેના સૈન્યોના સર્વ સરદારો લઈ ગયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 પછી યોહાનાને અને તેની સાથેના સેનાનાયકોએ બાકી રહેલા લોકોનો કબજો સંભાળી લીધો અને તેઓ તેમને ગિબઓનથી પાછા લાવ્યા. ગદાલ્યાની હત્યા કર્યા પછી જે લોકોને ઇશ્માઈલ કેદી તરીકે લઈ ગયો હતો, તેમાં પુરૂષો, સ્ત્રીઓ, બાળકો અને રાજમહેલના અધિકારીઓનો સમાવેશ થતો હતો. See the chapterપવિત્ર બાઈબલ16 ગદાલ્યાને મારી નાખ્યાં પછી ઇશ્માએલ જે પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને અધિકારીઓને, ગિબયોનથી લઇ આવ્યો હતો તે સર્વ બાકી રહેલા લોકોને પછી યોહાનાન અને તેના સૈન્યના અધિકારીઓ પોતાની સાથે લઇ ગયા. See the chapter |