યર્મિયા 41:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પણ એમ બન્યું કે સાતમા મહિનામાં અલિશામાનો દીકરો નથાન્યાનો દીકરો ઇશ્માએલ જે રાજવંશી હતો, તેમ જ રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહમાં અહિકામના દીકરા ગદાલ્યાની પાસે આવ્યો. તેઓએ સાથે મિસ્પાહમાં ભોજન કર્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે સાતમા માસમાં અલીશામાના પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી હતો તેમ જ રાજાનો એક મુખ્ય સરદાર હતો, તે પોતાની સાથે દશ માણસ લઈને મિસ્પામાં અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે આવ્યો અને તેઓએ સાથે મિસ્પામાં રોટલી ખાધી. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 સાતમા મહિનામાં એલિશામાનો પૌત્ર અને નાથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી અને રાજાનો મુખ્ય અધિકારી હતો તે પોતાની સાથે દસ માણસોને લઇને ગદાલ્યાને મળવા મિસ્પા ગયો. ત્યાં મિસ્પામાં તેઓ બધા સાથે મળીને ભોજન કરતા હતા. See the chapterપવિત્ર બાઈબલ1 અલીશામાનો પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રાજવી કુટુંબનો સભ્ય અને રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહ ખાતે અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા આવ્યો. ગદાલ્યાએ તેઓને ભોજન માટે આમંત્રણ આપ્યું. See the chapter |
પરંતુ યર્મિયાએ જવાબ આપ્યો નહિ ત્યારે નબૂઝારઅદાને કહ્યું, “શાફાનના દીકરા, અહિકામના દીકરા, ગદાલ્યાને બાબિલના રાજાએ યહૂદા નગરો ઉપર હાકેમ બનાવ્યો છે, તેની પાસે પાછો જા. અને તેની પાસે લોકોમાં રહે અથવા જ્યાં કઈ તને યોગ્ય લાગે ત્યાં જઇ શકે છે.” ત્યારબાદ રક્ષક ટુકડીના સરદારે તેને ખોરાક અને ભેટ આપ્યાં અને વિદાય કર્યો.