યર્મિયા 40:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પરંતુ યર્મિયાએ જવાબ આપ્યો નહિ ત્યારે નબૂઝારઅદાને કહ્યું, “શાફાનના દીકરા, અહિકામના દીકરા, ગદાલ્યાને બાબિલના રાજાએ યહૂદા નગરો ઉપર હાકેમ બનાવ્યો છે, તેની પાસે પાછો જા. અને તેની પાસે લોકોમાં રહે અથવા જ્યાં કઈ તને યોગ્ય લાગે ત્યાં જઇ શકે છે.” ત્યારબાદ રક્ષક ટુકડીના સરદારે તેને ખોરાક અને ભેટ આપ્યાં અને વિદાય કર્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યર્મિયા હજી જવાબ વાળે તે પહેલાં નબૂઝારદાને કહ્યું, “શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને બાબિલના રાજાએ યહૂદિયાનાં નગરો પર હાકેમ નીમ્યો છે, તેની પાસે પાછો જા, ને તેની સાથે લોકોમાં રહે; અથવા જ્યાં કહીં જવું તને યોગ્ય લાગે ત્યાં જા.” પછી રક્ષકટુકડીના સરદારે તેને અન્ન તથા ભેટ આપીને વિદાય કર્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 પણ યર્મિયાએ ઉત્તર ન આપ્યો, એટલે તેણે કહ્યું, “શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યા પાસે પાછો જા. બેબિલોનના રાજાએ તેને યહૂદિયાનો રાજ્યપાલ બનાવ્યો છે. તેની સાથે લોકો મધ્યે રહેજે; અથવા તને યોગ્ય લાગે ત્યાં રહેજે.” પછી અંગરક્ષકદળના વડાએ તેને આહાર અને બક્ષિસ આપીને વિદાય કર્યો. See the chapterપવિત્ર બાઈબલ5 પરંતુ યર્મિયા જવાબ આપે તે પહેલાં જ નબૂઝારઅદાને કહ્યું, “તું જો અહીં વસવાનો નિર્ણય કરે તો પછી યહૂદિયા પાછો જા, કારણ કે બાબિલના રાજાએ ત્યાં ના લોકો પર ગદાલ્યાને હાકેમ તરીકે નીમેલો છે, અને તેની હકૂમત હેઠળના લોકો સાથે તું રહે. પરંતુ તેનો નિર્ણય તારે કરવાનો છે; તું ઇચ્છે ત્યાં જઇ શકે છે.” ત્યારબાદ નબૂઝારઅદાને થોડો ખોરાક અને નાણાં યર્મિયાને આપ્યાં અને તેને વિદાય કર્યો. See the chapter |
પણ હવે જો હું તારા હાથે પહેરેલી સાંકળો છોડી નાખીશ અને તને મુકત કરીશ. તારે જો મારી સાથે બાબિલ આવવું હોય તો આવ, હું તારી સંભાળ રાખીશ. પરંતુ જો તારે મારી સાથે બાબિલ ન આવવું હોય તો તેનો વાંધો નથી, જો, તારી સમક્ષ પસંદગી કરવા માટે આખો દેશ પડેલો છે. જ્યાં જવું તને સારું તથા યોગ્ય લાગે ત્યાં તું જઈ શકે છે.”