યર્મિયા 4:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 હેં લૂંટાયેલી તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્રો પહેરે અને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, અને કાજળ લગાવીને તારી આંખોને આંજે તોપણ તું પોતાને ફોગટ શોભિત કરે છે. તારા પ્રેમીઓ તારો ધિક્કાર કરે છે અને તારો વિનાશ કરવાનું ઇચ્છે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 હે લૂંટાયેલી, તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્ર પહેરે, ને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, ને કાજળથી તારી આંખો આંજે, તોપણ તું પોતાને ફોકટ સુશોભિત કરે છે! તારા આશકો તને ધિક્કારે છે, તેઓ તને મારી નાખવા માગે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.30 હે યરુશાલેમ, તું શું ધારે છે? તું શા માટે જાંબલી વસ્ત્રો પહેરે છે? શા માટે તું સોનાના અલંકારોથી પોતાને શણગારે છે અને તારી આંખો ક્જલ આંજી સજાવે છે? તું પોતાને શણગારે છે, પણ એ વ્યર્થ છે; કારણ, તારા પ્રેમીઓ તારી ઘૃણા કરે છે, તેઓ તો તારો જીવ લેવા ટાંપી રહ્યા છે. See the chapterપવિત્ર બાઈબલ30 તેં શા માટે તારા સૌથી સુંદર વસ્ત્રો અને ઘરેણાં પહેર્યાં છે? અને શા માટે આંખોમાં કાજળ લગાવીને આંખોને તેજસ્વી કરી છે? તેનાથી તને લાભ થવાનો નથી. તારા પ્રેમીઓ, પ્રજાઓ તારો ધિક્કાર કરે છે અને તારો વિનાશ કરવાનું ઈરછે છે. See the chapter |