Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 34:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા તું યહોવાહનું વચન સાંભળ હું યહોવાહ તારા વિષે કહું છું કે, તું તલવારથી મૃત્યુ પામીશ નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તોપણ હે યહૂદિયાના રાજા સિદકિયા, તું યહોવાનું વચન સાંભળ:તારે વિષે યહોવા કહે છે, “તું તરવારથી મરીશ નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 હે યહૂદિયાના રાજા સિદકિયા, પ્રભુ તને આ પ્રમાણે કહે છે: “જો તું આધીન થઈશ તો યુદ્ધમાં માર્યો જઈશ નહિ,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા, હું યહોવા કહું છું કે, તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ.

See the chapter Copy




યર્મિયા 34:4
7 Cross References  

પછી મિખાયાએ કહ્યું, “તમે સર્વ ઈશ્વરનું વચન સાંભળો મેં ઈશ્વરને તેમના સિંહાસન પર બેઠેલા જોયા છે અને આકાશનું આખું સૈન્ય તેમને જમણે હાથે તથા ડાબે હાથે ઊભેલું હતું.


હે યાકૂબનાં કુટુંબો તથા ઇઝરાયલના સર્વ કુળસમૂહો, યહોવાહનું વચન સાંભળો;


તે સિદકિયાને બાબિલ લઈ જશે અને હું તેને સંભારું નહિ ત્યાં સુધી તેણે ત્યાં રહેવું પડશે. “તમે ખાલદીઓ સામે લડશો તોપણ વિજય નહિ પામો.” એમ યહોવાહ કહે છે.


તું તેના હાથમાંથી છૂટી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઈ જવાશે તથા તને તેના હાથમાં સોંપાશે. અને તારી અને બાબિલના રાજાની આંખેઆંખ મળશે અને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે. અને તું બાબિલમાં જશે.’”


પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેઓએ તારા પિતૃઓની એટલે તારા પહેલાંના રાજાઓની દહનક્રિયાઓ કરી તેમ તેઓ તારી દહનક્રિયા કરશે. અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અફસોસ ઓ અમારા પ્રભુ!” આ યહોવાહનું વચન છે.’”


“યહોવાહના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જઈને ઊભો રહે અને ત્યાં આ વચન પોકારીને કહે! હે યહૂદિયાના સર્વ લોક, જેઓ યહોવાહની સ્તુતિ કરવાને આ પ્રવેશદ્વારમાં પેસે છે તે ‘તમે યહોવાહનું વચન સાંભળો.


હે ઇઝરાયલી લોકો, યહોવાહનું વચન સાંભળો. આ દેશના રહેવાસીઓ સામે યહોવાહ દલીલ કરવાના છે, કેમ કે દેશમાં સત્ય કે વિશ્વાસુપણું કે ઈશ્વરનું ડહાપણ નથી.


Follow us:

Advertisements


Advertisements