યર્મિયા 34:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તું તેના હાથમાંથી છૂટી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઈ જવાશે તથા તને તેના હાથમાં સોંપાશે. અને તારી અને બાબિલના રાજાની આંખેઆંખ મળશે અને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે. અને તું બાબિલમાં જશે.’” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તું તેના હાથમાંથી છૂટીશ નહિ, પણ તું અવશ્ય પકડાશે ને તેના હથામાં સોંપાશે. અને તારી ને બાબિલના રાજાની આંખેઆંખ મળશે, ને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે, ને તું બાબિલ જશે.’” See the chapterપવિત્ર બાઇબલ C.L.3 તું જાતે તેના સકંજામાંથી છટકી જઈ શકશે નહિ, પણ તને પકડીને તેના હાથમાં સોંપી દેવામાં આવશે. તું તેને નજરોનજર જોઈશ અને તેની સાથે રૂબરૂમાં વાત કરીશ, અને તને બેબિલોન લઈ જવામાં આવશે.” See the chapterપવિત્ર બાઈબલ3 તું જાતે ભાગી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઇ જવાશે અને બાબિલના રાજાને સુપ્રત કરી દેવામાં આવશે. તારે તેને મોઢામોઢ મળવાનું થશે અને તે તારી સાથે વાત કરશે. તે તને બાબિલમાં બંધક તરીકે લઇ જશે. See the chapter |