યર્મિયા 32:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી, યહોવાહના વચન પ્રમાણે મારા કાકાના દીકરા હનામેલે ચોકીમાં મારી પાસે આવી અને કહ્યું કે, “બિન્યામીનના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે. કેમ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે. તે તારે પોતાને માટે વેચાતું લે,” ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાહનું વચન છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહોવાના વચન પ્રમાણે મારા કાકાના પુત્ર હનામેલે ચોકીમાં મારી પાસે આવીને કહ્યું, ‘બિન્યામીનના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કેમ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક તારો છે. તે તારે પોતાને માટે વેચાતું લે.’ ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 પછી પ્રભુના કહેવા પ્રમાણે મારા ક્કાનો પુત્ર હનામએલ ચોકીદારોના ચોકમાં મારી પાસે આવ્યો અને મને કહ્યું, “અનાથોથમાંનું મારું ખેતર તું ખરીદી લે. કારણ, નિકટના સગા તરીકે ખરીદવાનો અને વારસો રાખવાનો સૌ પ્રથમ હક્કતારો છે. તું તારે પોતાને માટે તે ખરીદ કર” તેથી મને ખાતરી થઈ કે આ તો પ્રભુનો જ આદેશ છે. See the chapterપવિત્ર બાઈબલ8 “અને યહોવાના કહ્યા પ્રમાણે મારો પિતરાઇ ભાઇ હનામએલ રક્ષકઘરમાં ચોકમાં મારી પાસે આવ્યો અને બોલ્યો, ‘બિન્યામીનના કુળસમુહના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કારણ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે.’” તે તારે પોતાને માટે વેચાતું લે, ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે. See the chapter |