Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 30:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 “તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; અમે કંપારી આવે એવો અવાજ સાંભળ્યો છે તે શાંતિનો નહિ પણ ભયનો અવાજ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 “યહોવા કહે છે કે, [તમે કહો છો કે,] ‘અમે કંપારી આવે એવો અવાજ સાંભળ્યો છે, તે તો શાંતિનો નહિ, પણ ભયનો [અવાજ] છે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 “મેં એક ભયાનક ચીસ સાંભળી, તેમાં શાંતિનો નહિ, પણ આતંકનો પોકાર હતો,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 આ યહોવાના વચન છે: “મેં ભયની એક ચીસ સાંભળી છે, નહિ કે શાંતિની.

See the chapter Copy




યર્મિયા 30:5
22 Cross References  

તે દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે. જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ અંધકાર તથા વિપત્તિ દેખાશે અને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.


અમે રીંછની જેમ ઘૂરકીએ છીએ અને કબૂતરની જેમ નિસાસો નાખીએ છીએ; અમે ઇનસાફની રાહ જોઈએ છીએ, પણ કંઈ મળતો નથી; ઉદ્ધારની રાહ જોઈએ છીએ, પણ તે અમારાથી દૂર છે.


જંગલમાની સર્વ ઉજ્જડ ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે. કેમ કે યહોવાહની તલવાર દેશના એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણી માત્રને શાંતિ નથી.


પાળકોની બૂમનો પોકાર તથા ટોળાંના સરદારોનું રડવું સંભળાય છે, કેમ કે યહોવાહ તેમનું બીડ ઉજ્જડ કરી નાખે છે.


જે વચનો યહોવાહ ઇઝરાયલ અને યહૂદિયાના લોક વિષે કહે છે તે આ છે;


પરંતુ હું અહીંયાં શું જોઉં છું? તેઓ ભયભીત થઈ નાસે છે, તેઓના શૂરવીરો હારી ગયા છે. તેઓ પાછું જોયા વગર ઝડપથી ભાગે છે. ચારેકોર ભય છે.” એમ યહોવાહ કહે છે.


યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે અને પૃથ્વીના છેક છેડેથી એક બળવાન પ્રજા ચઢી આવશે.


હે મારા લોકની દીકરી શોકનાં વસ્ત્રો ધારણ કરી રાખમાં બેસ. જેમ કોઈ પોતાના એકના એક દીકરાને માટે શોક તથા આક્રંદ કરે તેમ તું કર. કેમ કે આપણા પર લૂંટારા એકાએક ચઢી આવશે.


તેઓના ઘોડાઓનાં હણહણાટ દાનથી સંભળાય છે, તેઓના સમર્થકોના ખોંખારાના સાદથી આખી ભૂમિ ધ્રૂજી ઊઠે છે, તેઓએ આવીને ભૂમિ તથા તેનું સર્વસ્વ, નગર અને તેના વતનીઓને ખાઈ નાખ્યા છે.


જુઓ, દૂર દેશમાંથી મારા લોકોની દીકરીઓના રુદનનો પોકાર સંભળાય છે, શું યહોવાહ સિયોનમાં નથી? શું તેનો રાજા તેમાં નથી? તેઓએ શા માટે પોતાની કોતરેલી મૂર્તિઓથી અને પારકી વસ્તુઓ દ્વારા મને ક્રોધિત કર્યો છે?


કેમ કે સિયોનમાંથી વિલાપનો સાદ સંભળાય છે; “અમે કેવા વિનાશ પામ્યા છીએ. અમે અત્યંત શરમિંદા થયા છીએ, અમે દેશ છોડી દીધો છે, કેમ કે તેઓએ અમારાં ઘરોને તોડી પાડ્યાં છે.”


વળી, તમારા ઉત્સવોને હું વિલાપમાં ફેરવી નાખીશ અને તમારાં ગીતોને વિલાપમાં ફેરવી દઈશ, હું તમારા સર્વનાં શરીરો પર ટાટ વીંટળાવીશ અને સર્વના માથાના વાળ મૂંડાવીશ. હું એકનાએક પુત્રના માટે શોક કરવાનો દિવસ લાવીશ, તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.


તેઓ રાજાઓની મશ્કરી કરે છે, સરદારો તો તેમની નજરમાં હાસ્યરૂપ છે. તે દરેક કિલ્લાઓની હાંસી ઉડાવે છે, કેમ કે તેઓ પૃથ્વી પરથી ધૂળના ઢગલા કરી તેને લઈ લે છે!


કેમ કે જુઓ, એટલે કે ખાલદીઓ જે ક્રૂર તથા ઉતાવળી પ્રજા છે તેઓને હું ઊભા કરું છું, જે ઘરો તેઓનાં પોતાના નથી તેનો કબજો કરવા તેઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી કૂચ કરે છે.


Follow us:

Advertisements


Advertisements