Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 3:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 માત્ર તું તારો દોષ કબૂલ કર અને કહે કે મેં મારા ઈશ્વર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે; અને પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે હું પરદેશીઓની પાસે ગઈ છું! કેમ કે તમે મારું સાંભળ્યું નથી એવું યહોવાહ કહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 યહોવા કહે છે કે, તું માત્ર તારો અપરાધ કબૂલ કર, [ને કહે] કે, મેં મારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તથા દરેક લીલા ઝાડ નીચે હું પારકાઓની પાસે ગઈ છું, ને મારા [ઈશ્વરનું] કહ્યું માન્યું નથી.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 માત્ર કબુલ કર કે તું દોષિત છે અને તારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ તેં પાપ કર્યું છે તથા દરેક લીલા વૃક્ષ નીચે પારકા દેવો સાથે તેં વ્યભિચાર કર્યો છે અને મારી વાણી સાંભળી નથી.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

13 ફકત તારો દોષ કબૂલ કર કારણ કે તેં, તારા યહોવા દેવ સામે બળવો કર્યો છે, પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે પારકા દેવોની મૂર્તિઓની તેં પૂર્ણહૃદયપૂર્વક ઉપાસના કરી છે. તેં મારો સાદ સાંભળ્યો નથી.’ આ યહોવાના વચન છે.

See the chapter Copy




યર્મિયા 3:13
22 Cross References  

જેઓના પિતૃઓ ઇઝરાયલી હતા તેઓએ પોતાને વિદેશીઓથી જુદા કર્યા અને તેઓએ ઊભા થઈને પોતાનાં પાપો અને પોતાના પિતૃઓનાં પાપો કબૂલ કર્યા.


જે માણસ પોતાના અપરાધોને છુપાવે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઈ તેઓને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.


તમે એલોનવૃક્ષ તથા દરેક લીલા વૃક્ષ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો અને પોતાના શરીરોને આવેશી કરો છો, તમે સૂકી નદીને કાંઠે, ખડકોની ફાટ નીચે બાળકોને મારી નાખો છો.


હે યહોવાહ આ લોકોને કહો કે; આમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે. તેઓ આવું કરવામાં પોતાના પગને કાબૂમાં રાખી શક્યા નહિ.” આથી હું તેઓના પર પ્રસન્ન નથી. હું હમણાં તેઓના અપરાધો અને તેઓનાં પાપોની સજા કરનાર છું.


હે યહોવાહ, અમે અમારી દુષ્ટતા અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; અમે પોતે પણ તમારી વિરુદ્ધ પાપો આચર્યા છે.


પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી નાખી; અને મેં તારાં બંધનો તોડી નાખ્યાં. તે છતાં તેં કહ્યું કે, “હું તમારી સેવા કરીશ નહિ” કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે તેં વ્યભિચાર કર્યો છે.


તું તારા પગને ખુલ્લાં તથા તારા ગળાને તૃષિત થવા ન દે. પણ તું કહે છે, “મને આશા નથી! જરા પણ નથી, કેમ કે અજાણ્યાઓ પ્રત્યે મેં પ્રીતિ કરી છે અને તેઓની પાછળ હું જઈશ.”


તું ખાલી ટેકરીઓ તરફ આંખો ઊંચી કરીને જો, તારી સાથે વ્યભિચાર ક્યાં નથી થયો? રણમાં જેમ આરબ પ્રતિક્ષા કરે છે. તેમ તું તેઓને સારુ રસ્તાની ધારે બેઠી છે, અને તેં તારા વ્યભિચારથી અને દુષ્ટતાથી ભૂમિને ભ્રષ્ટ કરી છે.


અમે લજ્જિત થયા છીએ. અમારું અપમાન અમને ઢાંકે, અમે અમારા ઈશ્વર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી તે આજ સુધી, અમારા ઈશ્વર યહોવાહનું કહ્યું માન્યું નથી.


યોશિયા રાજાના સમયમાં યહોવાહે મને પૂછ્યું કે, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પ્રજાએ જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે વ્યભિચાર કર્યો છે.


પરંતુ તેઓએ સાંભળ્યું નહિ અને ધ્યાન આપ્યું નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તથા પોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ચાલ્યા. આગળ વધવાને બદલે પાછળ હઠયા.


તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ; ધ્યાન આપ્યું નહિ; ઊલટું, તેઓએ હઠીલા થઈને પોતાના પિતૃઓ કરતાં વધારે દુષ્ટતા કરી.


“પણ તેં તારી પોતાની સુંદરતા પર ભરોસો કર્યો છે, તારી કીર્તિને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ, તેં પાસે થઈને જનાર દરેકની સાથે વ્યભિચાર કર્યો.


તેઓ પોતાનો અપરાધ કબૂલ કરીને મારું મુખ શોધશે; પોતાના દુ:ખના સમયે તેઓ મને આતરુતાથી શોધશે, ત્યારે હું મારે સ્થાને પાછો જઈશ.”


જે જે પ્રજાઓનો તમે કબજો કરશો તેઓ જે ઊંચા પર્વતો પર, ડુંગરો પર તથા દરેક લીલાં વૃક્ષોની નીચે જે બધી જગ્યાઓમાં તેઓનાં દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચે નાશ કરવો.


Follow us:

Advertisements


Advertisements