યર્મિયા 26:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહોવાહે સર્વ લોકની આગળ યર્મિયાને જે પ્રમાણે બોલવાની આજ્ઞા આપી હતી તે સર્વ મુજબ કહેવાનું યર્મિયાએ જ્યારે પૂરું કર્યુ કે તરત જ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, “તું જરૂર મૃત્યુ પામીશ! See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહોવાએ સર્વ લોકોની આગળ જે જે બોલવાની યર્મિયાને આજ્ઞા આપી હતી તે સર્વ જ્યારે યર્મિયા બોલી રહ્યો, ત્યારે યાજકોએ, પ્રબોધકોએ તથા સર્વ લોકોએ તેને પકડીને કહ્યું, “તું જરૂર મૃત્યુ પામશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 પ્રભુએ લોકોને સંબોધીને જે જે કહેવાની આજ્ઞા કરી હતી તે બધું યર્મિયાએ કહેવાનું જેવું પૂરું કર્યું કે તરત જ યજ્ઞકારો, સંદેશવાહકો અને લોકો તેને પકડી લઈને બોલી ઊઠયા, See the chapterપવિત્ર બાઈબલ8 યહોવાએ તેને જે પ્રમાણે હુકમ કર્યો હતો તે મુજબ કહેવાનું યર્મિયાએ જ્યારે પૂરૂં કર્યુ કે તરતજ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, “તું હમણા જે બોલ્યો છે તેના કારણે તું મૃત્યુ પામીશ. See the chapter |
પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાની વિરુદ્ધ ઘાટ ઘડીએ, કેમ કે યાજકો પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાની પાસે સલાહ તથા પ્રબોધકો પાસે પ્રબોધ ખૂટવાનો નથી. આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઈએ. જેથી તે આપણી વિરુદ્ધ કંઈ પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”