યર્મિયા 23:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 યહોવાહની વાણી એમ તમારે ક્યારે પણ બોલવું નહિ, કેમ કે દરેકનું વચન તે જ પોતાની ઈશ્વરવાણીરૂપ થશે. કેમ કે જીવતા ઈશ્વર એટલે સૈન્યોના યહોવાહ જે આપણા ઈશ્વર છે. તેમનાં વચનો તમે સાંભળ્યાં નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 ‘યહોવાની ઈશ્વરવાણી, ’ એમ તમે ફરી બોલશો નહિ; કેમ કે દરેકનું વચન તે જ પોતાની દેવવાણીરૂપ થશે; કેમ કે જીવતા ઈશ્વર, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવા જે આપણા ઈશ્વર છે, તેમનાં વચનો તમે મરડી નાખ્યાં છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.36 પરંતુ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ કદી વાપરવો નહિ. કારણ, જો કોઈ તે પ્રમાણે કરશે તો તેનો એ બોલ તેને માટે બોજરૂપ થઈ પડશે. કારણ, લોકોએ સેનાધિપતિ પ્રભુ, એટલે તેમના જીવંત ઈશ્વરના સંદેશનો અર્થ મરડી કાઢયો છે. See the chapterપવિત્ર બાઈબલ36 આજ પછી, તમારે ક્યારે પણ ‘યહોવાનો બોજો’ એમ બોલવું નહીં, જે કોઇ તેનો ઉપયોગ કરશે તે ખરેખર મુશ્કેલીમાં મુકાઇ જશે કારણ કે તેઓ, મેં જે કહ્યું છે તેનો અવળો અર્થ કરે છે અને લોકોને, એમ કહી છેતરે છે કે આ એ છે જે જીવતા જાગતા દેવ, આપણા યહોવા દેવ જે દરેક વસ્તુ પર શાસન કરે છે. કહે છે. See the chapter |