Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 2:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 હે મારા વંશજ, તમે યહોવાહનું વચન જુઓ, શું હું ઇઝરાયલ માટે વેરાન વગડા જેવો કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો? મારા લોકો શા માટે કહે છે કે, “અમે સ્વતંત્ર થયા છીએ, ફરી તારી પાસે આવીશું નહિ?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 ઓ વંશ, તમે યહોવાનું વચન જુઓ. શું હું ઇઝરાયલને માટે વેરાન, તથા ઘોર અંધકારની ભૂમિરૂપ હતો? મારા લોક કેમ કહે છે, ‘અમે સ્વતંત્ર્ય થયા છીએ; ફરી તારી પાસે આવીશું નહિ?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 “અરે, ઇઝરાયલના લોકો, મારો સંદેશો ધ્યનથી સાંભળો. શું હું તમારે માટે ઉજ્જડ રણપ્રદેશ કે ઘોર અંધકારના પ્રદેશ સમાન છું? તો પછી તમે મારા લોક શા માટે એમ કહો છો કે ‘અમે તો મુક્ત છીએ; અને અમે કદી તમારી પાસે પાછા ફરીશું નહિ?’

See the chapter Copy

પવિત્ર બાઈબલ

31 હે મારા લોકો, તમે તે કેવા છો? મારી વાત ધ્યાનથી સાંભળો! “શું હું તમારા માટે વેરાન વગડા જેવો કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો! મારા લોકો શા માટે કહે છે કે ‘અમે સ્વતંત્ર થયા છીએ; હવે અમે તેમની સાથે કોઇ સંબંધ રાખવા માંગતા નથી?’

See the chapter Copy




યર્મિયા 2:31
26 Cross References  

પરંતુ ફારુને કહ્યું, “મારા ત્યાં તને શી ખોટ પડી છે કે તું તારા દેશમાં પાછો જવા માગે છે?” હદાદે કહ્યું, “ખોટ તો કશી પડી નથી, તોપણ મને જવા દે.”


સાદોકના કુટુંબનાં મુખ્ય યાજક અઝાર્યાએ તેને જવાબ આપ્યો, “લોકોએ ઈશ્વરના ઘરમાં અર્પણો લાવવાનું શરૂ કર્યું, ત્યારથી અમે ધરાઈને જમ્યા છીએ. તેમાંથી ધરાતાં સુધી જમ્યા પછી પણ જે વધ્યું છે, કારણ કે ઈશ્વરે પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે. વધારાનું જે બાકી રહેલું છે તેનો આ મોટો સંગ્રહ છે.”


તેઓ ઈશ્વરને કહે છે, ‘અમારાથી દૂર જાઓ કેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી.


દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે, ઈશ્વર બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.


તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું. જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?”


નહિ તો કદાચ હું વધારે છલકાઈ જાઉં અને તમારો નકાર કરીને કહું કે, “ઈશ્વર તે વળી કોણ છે?” અથવા હું કદાચ ગરીબ થઈને ચોરી કરું અને મારા ઈશ્વરના નામની નિંદા કરું.


હું ખાનગીમાં કે ગુપ્ત સ્થાનમાં બોલ્યો નથી; મેં યાકૂબનાં સંતાનોને કહ્યું નથી કે, ‘મને ફોગટમાં શોધો!’ હું યહોવાહ, સત્ય બોલનાર; સાચી વાતો પ્રગટ કરું છું.”


પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી નાખી; અને મેં તારાં બંધનો તોડી નાખ્યાં. તે છતાં તેં કહ્યું કે, “હું તમારી સેવા કરીશ નહિ” કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે તેં વ્યભિચાર કર્યો છે.


તું તારા પગને ખુલ્લાં તથા તારા ગળાને તૃષિત થવા ન દે. પણ તું કહે છે, “મને આશા નથી! જરા પણ નથી, કેમ કે અજાણ્યાઓ પ્રત્યે મેં પ્રીતિ કરી છે અને તેઓની પાછળ હું જઈશ.”


હું નામાંકિત વડીલો પાસે જઈને તેઓની સાથે યહોવાહ વિષે વાત કરીશ, કેમ કે તેઓ યહોવાહના માર્ગો જાણે છે, તેઓ પોતાના ઈશ્વરના નિયમો જાણે છે: પણ તે લોકોએ ઈશ્વરની ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે.


આથી જંગલમાંનો સિંહ તેઓને મારી નાખશે. અરણ્યમાંથી વરુ તેઓને ફાડી ખાશે. ચિત્તો તેઓના નગરો પર તાકી રહેશે. જે કોઈ તેમાંથી બહાર આવશે તેઓને તે ફાડી ખાશે, કેમ કે તેઓનાં પાપ અતિ ઘણાં છે તેઓનાં દુષ્કર્મો વધ્યાં છે.


હું તેઓના મનમાં એવું ઠસાવું છું કે, તેઓ તેઓની મૂર્તિઓને લીધે મારાથી દૂર થઈ ગયા હતા.’”


જ્યારે તેઓને ઘાસચારો મળ્યો ત્યારે તેઓ ધરાયા; જ્યારે તેઓ તૃપ્ત થયા, ત્યારે તેઓનું હૃદય ગર્વિષ્ઠ થયું તે કારણથી તેઓ મને ભૂલી ગયા.


યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો. તે પહેલાં બે વર્ષ અગાઉ તકોઆના ગોવાળોમાંના આમોસને જે સંદર્શન પ્રાપ્ત થયાં તે.


યહોવાહ નગરને બોલાવે છે; જેઓ જ્ઞાની છે તેઓ તમારા નામથી બીશે: “સોટીનું તથા તેનું નિર્માણ કરનારનું સાંભળ.


તમે ક્યારનાયે સંતુષ્ટ થઈ ગયા છો, અને દ્રવ્યવાન પણ થઈ ગયા છો. અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી પણ ઇચ્છા એ છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ.


કેમ કે જે દૂધમધથી ભરપૂર દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા હતા, તેમાં જ્યારે હું તેઓને લઈ જઈશ ત્યારે તેઓ ખાઈને તથા તૃપ્ત થઈને પુષ્ટ થશે; અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેઓની સેવા કરશે અને મને ધિક્કારશે અને મારો કરાર તોડશે.


પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી, તું હુષ્ટપુષ્ટ, જાડો અને સુંવાળો થયો, જે ઈશ્વરે તેને બનાવ્યો હતો તેમનો તેણે ત્યાગ કર્યો, તેણે તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.


ખડક સમાન તારા પિતાને તેં તજી દીધા, તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો.


Follow us:

Advertisements


Advertisements