Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 2:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 મેં તમારા લોકોને માર્યા તે વ્યર્થ છે. તેઓએ શિક્ષા ગણકારી નથી. તમારી તલવાર ભૂખ્યા સિંહની જેમ તમારા પ્રબોધકોને ખાઈ ગઈ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 “તમારા પુત્રોને મેં માર્યા તે વ્યર્થ છે; તેઓએ શિક્ષા ગણકારી નથી; તમારી તરવારે વિનાશક સિંહની જેમ તમારા પ્રબોધકોને ખાઈ નાખ્યા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30 મેં તારાં સંતાનોને શિક્ષા કરી તે વ્યર્થ થઈ છે; તેમણે મારી શિક્ષા ગણકારી નથી. ભૂખ્યા સિંહની જેમ તમારી જ તલવારોએ તમારા સંદેશવાહકોનો સંહાર કર્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

30 મેં તમારા બાળકોને માર્યા કે તમને સજા થાય પણ તે વ્યર્થ ગયું. તમારામાં કોઇ સુધારો થયો નથી. તમારી જ તરવાર ભૂખ્યા સિંહની જેમ તમારા પ્રબોધકોને ભરખી ગઇ.”

See the chapter Copy




યર્મિયા 2:30
30 Cross References  

એલિયાએ જવાબ આપ્યો, “સૈન્યોના ઈશ્વર યહોવાહને સારુ હું ઘણો ઝનૂની છું, કેમ કે ઇઝરાયલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધે છે.”


તેણે ફરીથી જવાબ આપ્યો, “સૈન્યોના ઈશ્વર યહોવાહને સારુ હું ઘણો ઝનૂની છું. કેમ કે ઇઝરાયલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધી રહ્યો છે.”


પણ તેઓએ તેની વિરુદ્ધમાં કાવતરું કરીને રાજાની આજ્ઞાથી ઈશ્વરના ઘરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો.


અતિ સંકટના આ સમયે રાજા આહાઝ યહોવાહનો વિરુદ્ધ વધુ અને વધુ પાપ કરતો ગયો.


પણ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યાં, તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચઢ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહિ.


તોપણ તેઓ તમને આધીન રહ્યા નહિ અને તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યું. તેઓએ તમારા નિયમશાસ્ત્રને પોતાની પીઠ પાછળ ફેંક્યું. જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા અને ઘણાં ક્રોધજનક કામો કર્યાં.


શું હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે બળવો કર્યા કરો છો? આખું માથું રોગિષ્ઠ, આખું હૃદય કમજોર છે.


કેમ કે તમારા હાથ રક્તથી અને પાપથી ખરડાયેલા છે. તમારા હોઠ જૂઠું બોલે છે અને તમારી જીભ દુષ્ટ વાત કરે છે.


તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, અને સૈન્યોના યહોવાહને તેઓએ શોધ્યા નથી.


“નિશ્ચે મેં એફ્રાઇમને પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો છે; ‘તમે મને સજા કરી છે; પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે તેમ મને પણ સજા થઈ છે. મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો, કેમ કે ફક્ત તમે જ મારા યહોવાહ ઈશ્વર છો.


“મિસરમાં જાહેર કરો, મિગ્દોલમાં અને નોફમાં તેમ જ તાહપાન્હેસમાં ઢંઢેરો પિટાવો, જણાવો કે, હોશિયાર, તૈયાર તમારી આસપાસ તલવારે વિનાશ કર્યો છે.


હે યહોવાહ, શું તમારી આંખો સત્યને જોતી નથી? તમે તેઓને માર્યા પણ તેઓ દુઃખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા, પણ છતાં તેઓ સુધર્યા નહિ. તેઓએ પોતાના મુખ ખડક કરતાં પણ વધુ કઠણ કર્યાં છે.


માટે તું એમને કહેજે કે, જે પ્રજાએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહી અને તેમની શિક્ષા માની નહિ તે આ છે. સત્ય નષ્ટ થયું છે તેઓના મુખથી તે કપાઈ ગયું છે.


પણ પ્રબોધકોના પાપના કારણે અને યાજકોના અન્યાયને કારણે; તેઓએ તેમાં ન્યાયીઓનું રક્ત વહેવડાવ્યું છે.


“હે મનુષ્યપુત્ર, તેને કહે: ‘તું તો એક સ્વચ્છ નહિ કરાયેલો દેશ છે. કે જેના પર કોપના દિવસે કદી વરસાદ વરસ્યો નથી.


તારી અશુદ્ધતામાં લંપટતા સમાયેલી છે, કેમ કે મેં શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ. હું તારા પર મારો પૂરો રોષ ઉતારીશ નહિ ત્યાં સુધી તું ફરી શુદ્ધ થશે નહિ.


મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા પર આવી છે, તોપણ તમારા અન્યાયોથી પાછા ફરવા માટે, તમારું સત્ય સમજવા માટે, અમે યહોવાહ તમારા ઈશ્વરની દયા માટે વિનંતી કરી નથી.


તેણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ અને યહોવાહની શિખામણ માની નહિ. તેને યહોવાહમાં વિશ્વાસ ન હતો અને પોતાના ઈશ્વરની નજીક આવી નહિ.


ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો.


પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યા નહોતા? જેઓએ તે ન્યાયીના આવવા વિષે અગાઉથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા; અને હવે તમે, જેઓને સ્વર્ગદૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ.


યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમારી સતાવણી કરી; તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી અને સઘળા લોકોના વિરોધી છે;


તેથી માણસો આગની આંચથી દાઝ્યાં. ઈશ્વર, જેમને આ આફતો પર અધિકાર છે, તેમના નામની વિરુદ્ધ દુર્ભાષણ કરી તેઓએ તેમને મહિમા આપ્યો નહિ અને પસ્તાવો કર્યો નહિ.


Follow us:

Advertisements


Advertisements