Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 18:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તો હવે, યહૂદિયાના લોકોને અને યરુશાલેમના રહેવાસીઓને કહે કે, ‘યહોવાહ કહે છે કે; “જુઓ, હું તમારે માટે આફત લાવવાની તૈયારી કરી રહ્યો છું. અને હું તમારી વિરુદ્ધ યોજના ઘડી રહ્યો છું. માટે તમે દરેક પોતાના દુષ્ટ માર્ગેથી ફરો. અને પોતાનાં આચરણ અને કરણીઓ સુધારો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માટે હવે ચાલ, તું યહૂદિયાનાં માણસોને તથા યરુશાલેમના રહેવાસીઓને કહે, યહોવા કહે છે કે, જુઓ હું તમારા પર વિપત્તિ લાવવાની પેવી કરું છું, ને તમારી વિરુદ્ધ યોજના યોજું છું. તમે દરેક પોતાના દુષ્ટ માર્ગથી ફરો, ને તમારા પોતાના માર્ગો તથા તમારી પોતાની કરણીઓ સુધારો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 તેથી યહૂદિયાના લોકોને તથા યરુશાલેમ- વાસીઓને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારી વિરુદ્ધ એક આફત લાવવાની પેરવી કરું છું અને તમારી વિરુદ્ધ યોજના ઘડું છું. તેથી તમે દરેક પોતાનું દુષ્ટ આચરણ તજી દો અને તમારું સમગ્ર વર્તન અને તમારાં કાર્યો સુધારો.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

11 “હવે જા અને યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહે કે, ‘આ યહોવાના વચન છે: સાંભળો, હું તમારે માટે આફતની તૈયારી કરી રહ્યો છું. હું તમારી વિરુદ્ધ યોજના ઘડી રહ્યો છું. માટે હવે તમારામાંનો એકેએક માણસ દુષ્ટ માર્ગેથી પાછો વળે, પોતાનાં આચરણ અને કર્મો સુધારે.’

See the chapter Copy




યર્મિયા 18:11
40 Cross References  

આવો, આપણે ત્યાં નીચે ઉતરીએ અને તેઓની ભાષાને ગૂંચવી નાખીએ, કે જેથી તેઓ એકબીજાની બોલી સમજી શકે નહિ.”


હવે જો, યહોવાહે આ તમારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવાહે તમારું અહિત ઉચ્ચાર્યું છે.”


તેમ છતાં યહોવાહે ઇઝરાયલને અને યહૂદિયાને દરેક પ્રબોધક અને દરેક દ્રષ્ટા દ્વારા જાહેર કર્યું હતું કે, “તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, જે નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, જે મેં મારા સેવક પ્રબોધકો દ્વારા તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા વિધિઓ તમે પાળો.”


“જાઓ અને આ મળેલાં પુસ્તકનાં વચનો વિષે મારા માટે, મારા લોકો માટે અને યહૂદિયા માટે યહોવાહને પૂછો. કેમ કે, આપણા વિષે જે બધું તે પુસ્તકમાં લખેલું છે તે પાળવા માટે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ સાંભળ્યું નથી, તે કારણથી યહોવાહનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે.”


તેથી અરામના રાજાએ કહ્યું, “હવે તું ઇઝરાયલ દેશમાં જા. હું ત્યાંના રાજા પર પત્ર લખી આપું છું.” આથી નામાન દસ તોલા ચાંદી, છ હજાર સોનામહોર, દસ જોડ વસ્ત્રો લઈને ત્યાંથી ઇઝરાયલમાં આવ્યો.


હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું; હું તેની વાડ કાઢી નાખીશ; જેથી તે ભેલાઈ જશે; તેનો કોટ હું પાડી નાખીશ, જેથી તે કચડાઈ જશે


ન્યાયી માણસ નાશ પામે છે, પણ કોઈ તે ધ્યાનમાં લેતું નથી અને કરારના વિશ્વાસુપણાના લોકો દૂર એકત્ર થાય છે પણ કોઈ સમજતું નથી કે ન્યાયી દુષ્ટતાથી દૂર એકત્ર થાય છે.


તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; “જુઓ, હું તેઓ પર વિપત્તિ લાવનાર છું અને તેમાંથી તેઓ બચી શકશે નહિ. તેઓ દયાની યાચના કરશે ત્યારે હું તેઓનું સાંભળીશ નહિ.


ગરીબ ઘેટાંને કતલખાને દોરી જવામાં આવે તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી અને માંહોમાંહે કહેતા હતા કે, વૃક્ષો અને તેના ફળ સુદ્ધાં કાપી નાખીએ. અને તેના નામનું સ્મરણ ન રહે માટે તેને સજીવોની ભૂમિમાંથી કાપી નાખીએ. એ મેં જાણ્યું નહિ.


પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાની વિરુદ્ધ ઘાટ ઘડીએ, કેમ કે યાજકો પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાની પાસે સલાહ તથા પ્રબોધકો પાસે પ્રબોધ ખૂટવાનો નથી. આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઈએ. જેથી તે આપણી વિરુદ્ધ કંઈ પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”


“સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જુઓ, આ નગર તેમ જ તેની આસપાસનાં નગરો પર જે આવનારી સર્વ વિપત્તિઓ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ હઠીલા બની અને મારું કહ્યું સાંભળ્યું નહિ.”


યહૂદિયાના રાજાઓ અને યરુશાલેમના રહેવાસીઓ! તમે યહોવાહનું વચન સાંભળો. સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે: “જુઓ, હું આ જગ્યા પર એવી વિપત્તિ લાવીશ કે જે કોઈ સાંભળશે તેના કાનમાં ઝણઝણાટ થશે.


અને જે વચન યર્મિયા પ્રબોધક યહૂદિયાના સર્વ લોકોની આગળ તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ આગળ બોલ્યો તે આ છે.


આ પ્રબોધકોએ કહ્યું કે, તમે બધા તમારા દુષ્ટ વ્યવહાર અને દુષ્ટ કૃત્યોમાંથી પાછા ફરો અને જે ભૂમિ યહોવાહે તમને અને તમારા પિતૃઓને પુરાતનકાળથી આપી છે તેમાં સદાકાળ રહો.


માટે હવે, તમારાં આચરણ અને કૃત્યો સુધારો અને તમારા ઈશ્વર યહોવાહનું કહ્યું સાંભળો, તો કદાચ તમારા પર જે વિપત્તિ લાવવા યહોવાહ બોલ્યા છે તે વિષે તેઓ પશ્ચાતાપ કરે.


કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે શિક્ષા હું તેઓને આપવાનો વિચાર કરું છું. તે હું તેઓ પર ન મોકલું.


તેઓ કહે છે, “જો પુરુષ પોતાની પત્નીને કાઢી મૂકે અને તે તેની પાસેથી જઈને બીજા પુરુષને પરણે, તો શું તે તેની પાસે પાછો જાય? જો એમ બને તો એ દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’” પણ તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને છતાં તું મારી પાસે પાછી આવવા માગે છે? એવું યહોવાહ કહે છે.


હે મારો ત્યાગ કરનાર લોકો, તમે પાછા આવો હું તમારું દુષ્કર્મો દૂર કરીશ. જુઓ! અમે તમારી પાસે આવીશું, કેમ કે તમે ઈશ્વર અમારા યહોવાહ છો!


મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, ‘તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો; તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ અને મારું સાંભળ્યું નહિ.


કદાચ હું યહૂદિયાના લોકો પર જે આફતો ઉતારવાનું વિચારું છું તે તેઓ સાંભળે અને તેથી તેઓ પોતાના દુષ્ટ માર્ગોથી ફરે અને હું તેઓના અપરાધો અને પાપ માફ કરું.”


કદાચ તે લોકો યહોવાહને વિનંતી કરે અને ખોટે માગેર્થી પાછા વળે; કેમ કે, યહોવાહે એ લોકોને ભારે રોષ અને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.”


યહોવાહ કહે છે, હે ઇઝરાયલ, જો તું ફરે તો મારી પાસે પાછો આવ. તારી ધિક્કારપાત્ર વસ્તુઓ મારી નજર આગળથી દૂર કર અને ફરી મારાથી દૂર જઈશ નહિ.


હે યરુશાલેમ દુષ્ટતા દૂર કરીને તારું અંત:કરણ શુદ્ધ કર. એટલે તારો ઉદ્ધાર થશે. તારામાં વ્યર્થ વિચારો ક્યાં સુધી રહેશે?


મેં પૃથ્વીને જોઈ તે ખાલી હતી! અને આકાશોને જોયાં, તો તેઓમાં અજવાળું નહોતું.


સિયોન તરફ ધ્વજ ઊંચો કરો, જીવ લઈને ભાગી જાઓ અને વિલંબ કરશો નહિ. કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા ભયંકર વિનાશ લાવીશ.


તમારાં બાણને ધારદાર બનાવો. તમારાં ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કેમ કે બાબિલ પર ચઢાઈ કરી તેનો વિનાશ કરવા યહોવાહે માદીઓના રાજાઓને કહ્યું છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે, અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવાહ વૈર વાળી રહ્યાં છે.


સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; તમારાં આચરણ તથા તમારી કરણીઓ સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઈશ.


કેમ કે જે ન્યાયી માણસોને મેં દિલગીર કર્યા નથી તેઓનાં હૃદય તમે જૂઠાણાથી નિરાશ કર્યાં છે. દુષ્ટ માણસો પોતાનાં દુષ્ટ આચરણોથી પાછા ન ફરે અને પોતાના જીવન ન બચાવે, તે માટે તમે તેમના હાથ બળવાન કર્યા છે.


એવું પ્રભુ યહોવાહ કહે છે” “શું દુષ્ટ માણસના મૃત્યુથી મને કંઈ આનંદ છે?” જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં હું વિશેષ રાજી ન થાઉં?


માણસ તથા પશુ બન્નેએ શોક વસ્ત્ર ધારણ કરી, મોટે સાદે ઈશ્વરને પોકારે. દરેક પોતાના દુષ્ટ આચરણ તજે અને જોરજુલમ કરવાનું બંધ કરે.


તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું, એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ, અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ, કેમ કે તે ભયાનક સમય હશે.


હવે, ‘સૈન્યોના યહોવાહ કહે છે કે, “તમે મારી તરફ પાછા ફરો!” “તો હું તમારી પાસે પાછો આવીશ,” સૈન્યોના યહોવાહ કહે છે.


પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બિનયહૂદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં સુકૃત્યો કરો.


હવે ચાલો, તમે કહો છો કે, આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને ત્યાં એક વર્ષ સુધી રહીશું; અને વેપાર કરીને લાભ મેળવીશું.


હવે શ્રીમંતો તમે સાંભળો, તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો.


Follow us:

Advertisements


Advertisements