યર્મિયા 17:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે પાણીની પાસે રોપેલા ઝાડ જેવો થશે, જે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે ગરમીમાં તેને કશો ડર લાગશે નહિ. તેનાં પાંદડાં લીલાં રહેશે. દુકાળના વર્ષમાં તેને કશી ચિંતા રહેશે નહિ. તે ફળ આપ્યા વગર રહેશે નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે, જે નદીની પાસે પોતાનાં મૂળ ફેલાવે છે, ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહિ, પણ તેનાં પાંદડાં લીલાં રહેશે. અને સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહિ, ને ફળ આપ્યા વિના રહેશે નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 તે વ્યક્તિ પાણીની નજીક રોપાયેલા વૃક્ષ જેવી છે; તેનાં મૂળ ઝરણાં તરફ પહોંચે છે; તાપ પડે તેનો તેને ડર નથી; કારણ, તેનાં પાંદડાં લીલાંછમ રહે છે. તેને અનાવૃષ્ટિની પણ ચિંતા નથી! તે તો ફળ આપ્યે જ જાય છે. See the chapterપવિત્ર બાઈબલ8 તે ઝરણાની ધારે રોપેલા ઝાડ જેવો છે, જેના મૂળિયા પાણી તરફ ફેલાયેલાં છે; તાપ પડે તોય એને કશું ડરવા જેવું નથી; એનાં પાંદડા લીલાછમ રહે છે. દુકાળના વર્ષમાં તેને કશી ચિંતા નથી, તે ફળ આપતું જ રહે છે. See the chapter |