યર્મિયા 16:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 “તેથી મોટા તથા નાના બન્ને આ દેશમાં મૃત્યુ પામશે. તેઓને દફનાવવામાં આવશે નહિ. તેઓને લીધે કોઈ શોક કરશે નહિ, કોઈ પોતાના શરીર પર ઘા કરશે નહિ અને કોઈ પોતાનું માથું મુંડાવશે નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મોટા તથા નાના બન્ને આ દેશમાં મરશે. તેઓને દાટવામાં આવશે નહિ, તેઓને લીધે કોઈ વિલાપ કરશે નહિ, તેઓને લીધે કોઈ પોતાને ઘાયલ કરશે નહિ, ને કોઈ પોતાને મુંડાવશે નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 આ દેશમાં ગરીબતવંગર બધાં મૃત્યુ પામશે. તેમનાં શબ દફનાવાશે નહિ; તેમને માટે કોઈ શોક કરશે નહિ અથવા શોકમાં કોઈ પોતાને ઘાયલ કરશે નહિ કે માથું મુંડાવશે નહિ. See the chapterપવિત્ર બાઈબલ6 “કારણ કે આ લોકો પાસેથી મેં મારી શાંતિ પાછી ખેંચી લીધી છે, મેં મારો પ્રેમ અને મારી દયા પાછા ખેંચી લીધા છે. આ દેશમાં ઊંચ કે નીચ જે કોઇ મરશે, તેને નહિ કોઇ દફનાવે કે તેનો નહિ કોઇ શોક કરે: તેમને માટે નહિ કોઇ પોતાના શરીર પર ઘા કરે કે નહિ કોઇ માથું મુંડાવે. See the chapter |