યર્મિયા 16:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 “જ્યારે તું આ લોકોની આગળ આ બધું કહેશે ત્યારે એ લોકો તને પૂછશે કે, ‘યહોવાહે આ બધી આફતો આપણે માથે શા માટે નાખી છે? આપણો શો અપરાધ છે? અને આપણે શો ગુનો કર્યો છે કે યહોવાહ અમારા ઈશ્વરની વિરુદ્ધ અમે કયું પાપ કર્યું છે?’ See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જ્યારે તું આ લોકોની આગળ આ બધાં વચનો પ્રગટ કરશે, ને તેઓ તને પૂછશે કે, ‘યહોવાએ આ બધી મોટી વિપત્તિ શા માટે અમારા ઉપર ફરમાવી છે? અને અમારો શો અન્યાય છે? અને યહોવા અમારા ઈશ્વરની વિરુદ્ધ અમે શું પાપ કર્યું છે?’ See the chapterપવિત્ર બાઇબલ C.L.10 આ બધું તું લોકોને કહેશે ત્યારે લોકો તને પૂછશે કે, ‘શા માટે પ્રભુએ આવી ભયંકર આફતો અમારા પર લાવવાનું નક્કી કર્યું છે? અમારો શો ગુનો છે? અમે અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ એવું તે શું પાપ કર્યું છે?’ See the chapterપવિત્ર બાઈબલ10 “જ્યારે તું આ લોકોને આ બધું કહેશે ત્યારે એ લોકો તને પૂછશે કે, ‘યહોવાએ આ બધી ઘોર આફતો આપણે માથે નાખવાનું શાથી નક્કી કર્યું છે? આપણો શો અપરાધ છે? આપણે આપણા દેવ યહોવાનો શો ગુનો કર્યો છે?’ See the chapter |