યર્મિયા 15:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જેણે સાત દીકરાઓને જન્મ આપ્યો હતો તે ઝૂરે છે, તેણે પ્રાણ છોડ્યો છે. દિવસ છતાં તેનો સૂર્ય અસ્ત પામ્યો છે. તે લજ્જિત તથા વ્યાકુળ થઈ છે. તેઓના શત્રુઓ આગળ જેઓ હજુ જીવતા હશે તેઓને તલવારને સ્વાધીન કરીશ. એમ યહોવાહ કહે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જેણે સાત છોકરાંને જન્મ આપ્યો હતો તે ઝૂરે છે. તેણે પ્રાણ છોડયો છે; દિવસ છતાં તેનો સૂર્ય અસ્ત પામ્યો છે. તે લજ્જિત તથા વ્યાકુળ થઈ છે. અને તેઓના વૈરીઓની આગળ હું તેઓના બાકી રહેલા લોકોને તરવારને સ્વાધીન કરીશ, ” એવું યહોવા કહે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 સાત સાત સંતાન ગુમાવનાર માતા મૂર્છા ખાઈને પડી છે; તેનો શ્વાસ રુંધાય છે. તેને માટે દિવસ રાત્રિ સમાન થઈ પડયો છે, તે વ્યથિત અને વ્યાકુળ છે અને હજુ પણ તમારામાંથી બાકી રહી ગયેલાં જનોને હું શત્રુની તલવારને સ્વાધીન કરીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” See the chapterપવિત્ર બાઈબલ9 સાત સાત પુત્રોની માતા મૂર્છા ખાઇને પડી છે, શ્વાસ લેવા માટે હવાતિયાં મારે છે. તે દિવસે તેને અંધારાં દેખાય છે, તેની શરમ અને નામોશીનો પાર નથી. તમારામાંથી જેઓ હજુ પણ જીવતાં હશે, તેઓનો હું તમારા શત્રુઓ દ્વારા સંહાર કરાવીશ.” આ યહોવાના વચન છે. See the chapter |