Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 15:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હું તેઓની વિધવાઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી કરીશ. લૂંટારાઓને હું જુવાનોની માતાઓ પર લાવ્યો છું. મેં તેઓના પર એકાએક દુ:ખ અને ભય આણ્યાં છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મારી આગળ તેઓની વિધવાઓ સમુદ્રની રેતી કરતાં અધિક થઈ છે! ધોળે દિવસે લૂંટે એવા લૂંટારાને હું તેમના પર, હા, જુવાનોની મા પર, લાવ્યો છું. હું તેના પર ઓચિંતી વેદના તથા ભય લાવ્યો છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 મેં જ તમારા દેશમાં દરિયાની રેતીના કણ કરતાં વધારે વિધવાઓ બનાવી છે. મેં તમારા જુવાનોને તેમની ભરજુવાનીમાં મારી નાખ્યા છે, અને તેમની માતાઓને વિલાપ કરાવ્યો છે; એમ મેં તેમના પર અચાનક વેદના અને આતંક મોકલ્યાં છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

8 અસંખ્ય સ્ત્રીઓને મેં વિધવા બનાવી છે. મેં તેમના જુવાનોને ભરયુવાનીમાં મારી નાખ્યા છે; અને તેમની માતાઓને વિલાપ કરાવ્યા છે; મેં તેમને એકાએક દુ:ખ અને ભયના ભોગ બનાવ્યા છે.

See the chapter Copy




યર્મિયા 15:8
15 Cross References  

તારા પુરુષો તલવારથી અને તારા શૂરવીરો યુદ્ધમાં પડશે.


યરુશાલેમના દરવાજા શોક તથા વિલાપ કરશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે.


તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે કે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારા પોતાનાં વસ્ત્ર પહેરીશું પણ માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાન ટાળ.”


કેમ કે આ જગ્યાએ જન્મેલા દીકરા દીકરીઓ વિષે અને તેઓને જન્મ આપનાર માતાપિતા વિષે યહોવાહ કહે છે કે,


તે માટે તેઓના સંતાનોને દુકાળથી નાશ પામવા દે. અને તેઓને તલવારથી મરવા દો. તેઓની સ્ત્રીઓ નિ:સંતાન અને વિધવાઓ થાય. તેઓના પુરુષો માર્યા જાય. અને તેઓના જુવાન પુરુષો લડાઈમાં તલવારથી માર્યા જાય.


હું તારો નાશ કરવા માટે શસ્ત્ર સજેલા વિનાશકોને તૈયાર કરીશ. તેઓ તારા ઉત્તમ દેવદાર વૃક્ષોને કાપી અને અગ્નિમાં નાખી દેશે.


દેશના લોકોને જાણ કરો. જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનારા આવે છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદો કરે છે.


આથી જંગલમાંનો સિંહ તેઓને મારી નાખશે. અરણ્યમાંથી વરુ તેઓને ફાડી ખાશે. ચિત્તો તેઓના નગરો પર તાકી રહેશે. જે કોઈ તેમાંથી બહાર આવશે તેઓને તે ફાડી ખાશે, કેમ કે તેઓનાં પાપ અતિ ઘણાં છે તેઓનાં દુષ્કર્મો વધ્યાં છે.


હે મારા લોકની દીકરી શોકનાં વસ્ત્રો ધારણ કરી રાખમાં બેસ. જેમ કોઈ પોતાના એકના એક દીકરાને માટે શોક તથા આક્રંદ કરે તેમ તું કર. કેમ કે આપણા પર લૂંટારા એકાએક ચઢી આવશે.


અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે.


શિકાર ફાડી ખાનાર ગર્જના કરતા સિંહની જેમ તારા પ્રબોધકો એ તારી વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું છે, તેઓએ ઘણા જીવોને ફાડી ખાધા છે અને તેઓએ કિંમતી દ્રવ્ય લઈ લીધું છે. તેઓ બળજબરીથી ખજાનો અને સંપત્તિ પડાવી લે છે. તેઓએ તેમાં વિધવાઓની સંખ્યા વધારી છે.


હે યાજક તું દિવસે ઠોકર ખાઈને પડશે; તારી સાથે પ્રબોધકો પણ રાત્રે ઠોકર ખાઈને પડશે, હું તારી માતાનો નાશ કરીશ.


કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે.


Follow us:

Advertisements


Advertisements