યર્મિયા 15:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હે મારી મા, મને અફસોસ! તેં મને આખા જગત સાથે ઝગડો તથા તકરાર કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે. મેં વ્યાજે ધીર્યું નથી કે તેઓએ મને વ્યાજે આપ્યું નથી, તેમ છતાં તેઓ બધાં મને શાપ આપે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હે મારી મા, મને અફસોસ, કેમ કે તેં મને આખા જગતની સાથે ઝઘડો કરનાર તથા વિવાદ કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે! મેં વ્યાજે ધીર્યું નથી, ને તેઓએ મને વ્યાજે આપ્યું નથી. તોપણ તેઓ સર્વ મને શાપ દે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 અરે, હું કેવો દુર્ભાગી માણસ છું! મારી માતાએ મને કેમ જન્મ આપ્યો? આખા દેશમાં સૌને માટે હું ફરિયાદ કરનાર અને દાવો માંડનાર બન્યો છું. મેં કોઈના પૈસા ઉછીના લીધા નથી કે કોઈને ઉછીના દીધા નથી, છતાં બધા મને શાપ દે છે! See the chapterપવિત્ર બાઈબલ10 પછી યર્મિયાએ કહ્યું, “હે મારી મા, તેં આ દુ:ખીયારાને શા માટે જન્મ આપ્યો! મારે દેશમાં બધા સાથે ઝગડો તથા તકરાર કરવાં પડે છે! મેં નથી કોઇની પાસે ઊછીનું લીધું કે, નથી કોઇને ઉછીનું આપ્યું, તેમ છતાં બધાં મને શાપ શા માટે આપે છે? See the chapter |