યર્મિયા 12:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જેવી રીતે તેઓએ મારી પ્રજાને બઆલના સમ ખાતા શીખવ્યું, “તેમ યહોવાહ જીવંત છે,” એવા મારા નામના સમ ખાતા તેઓ શીખશે. અને મારા લોકના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકો વચ્ચે ફરીથી સ્થપાશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 જેમ પડોશીઓએ મારા લોકોને બાલના સમ ખાતાં શીખવ્યા, તેમ, ‘પ્રભુ યહોવા જીવંત છે, ’ એવા મારા નામના સમ ખાતાં પડોશીઓ શીખશે, અને મારા લોકોના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકોની વચમાં સ્થિર થઈને વસશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 તે પછી જો તેઓ પોતાના પૂર્ણ દયથી મારા લોકના ધાર્મિક વિધિઓ શીખશે અને જેમ એક વેળાએ તેમણે મારા લોકને બઆલદેવને નામે શપથ લેતા શીખવ્યું હતું તેમ તેઓ ‘યાહવેના જીવના સમ’ એમ મારે નામે સોગંદ લેતા થશે તો તેઓ પણ મારા લોકની જેમ આબાદ થશે. See the chapterપવિત્ર બાઈબલ16 જેવી રીતે તેમણે મારી પ્રજાને બઆલના સોગંદ ખાતા શીખવ્યા હતાં. અને જો તેઓ મારા પોતાના નામે સોગંદ ખાતા શીખશે, એમ કહીને, ‘જેવી રીતે યહોવા જીવે છે;’ એજ પ્રમાણે તો પછી, તેઓ ખરેખર મારા પોતાના લોકો વચ્ચે ફરીથી સ્થપાશે. See the chapter |