યર્મિયા 11:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 હે મારી પ્રિય પ્રજા, જેણે ઘણાં દુષ્ટ મનસૂબા મારા ઘરમાં કર્યા છે તેનું શું કામ છે? તારી પાસેથી બલિદાન માટે માંસ ગયું છે, કેમ કે તમે ભૂંડું કર્યું છતાં આનંદ કરો છો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 મારા મંદિરમાં મારી પ્રિયાનું શું કામ છે? કેમ કે તેણે ઘણાની સાથે કુકર્મ કર્યું છે, ને તારી પાસેથી પવિત્ર માંસ ગયું છે! તું ભૂંડું કરે છે ત્યારે તું હરખાય છે.’” See the chapterપવિત્ર બાઇબલ C.L.15 પ્રભુ કહે છે. “મારી પ્રિયાને મારા મંદિરમાં આવવાનો શો અધિકાર છે? તેણે તો ભ્રષ્ટ કાર્યો કર્યાં છે. શું તે એમ માને છે કે માનતા માનવાથી કે પ્રાણીઓનાં બલિદાનો ચડાવવાથી તે આપત્તિ રોકી શકશે? શું ભૂંડું કર્યા પછી તે હરખાશે? See the chapterપવિત્ર બાઈબલ15 યહોવા કહે છે, “હે મારી પ્રિય પ્રજા, તું મારા ઘરમાં બેશરમ વર્તન કરે છે. તને અહીં શો અધિકાર છે? તું શું સમજે છે? પ્રતિજ્ઞાઓ અને બલિદાનો તમારા વિનાશને અટકાવી તમને ફરીથી જીવન તથા આનંદ આપી શકશે?” See the chapter |