યશાયા 48:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે યાકૂબનાં સંતાનો, આ સાંભળો, જેઓને ઇઝરાયલના નામથી બોલવવામાં આવ્યા છે અને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલા છો; તમે જેઓ યહોવાહના નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરને આહવાન આપો છો, પણ નિષ્ઠાપૂર્વક કે ન્યાયની રીતે નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે યાકૂબનાં સંતાનો, તમે આ સાંભળો; તમે તો ઇઝરાયલના નામથી ઓળખાઓ છો, ને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલાં છો; તમે તો યહોવાના નામના સમ ખાઓ છો, અને ઇઝરાયલના ઈશ્વરનું સ્મરણ કરો છો, પણ સચ્ચાઈથી નહિ, ને પ્રામાણિકપણાથી નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 હે ઇઝરાયલને નામે ઓળખાતા યાકોબના વંશજો, યહૂદાના વંશમાં ઊતરી આવેલા લોક, તમે આ સાંભળો: તમે યાહવેને નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરની આરાધના તો કરો છો, પણ સચ્ચાઈથી કે નિખાલસપણે નહિ. See the chapterપવિત્ર બાઈબલ1 યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો. તમે સાંભળો, તમે ઇસ્રાએલને નામે ઓળખાઓ છો, તમે યહૂદાના ફરજંદો છો: તમે યહોવાના નામે સમ ખાઓ છો અને ઇસ્રાએલના દેવની ભકિત કરવાનો દાવો કરો છો, પણ સાચેસાચ કે સાચી શ્રદ્ધાથી નહિ. See the chapter |