Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યશાયા 4:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે યહોવાહ સિયોન પર્વતનાં દરેક રહેઠાણ પર અને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે તે સર્વ ગૌરવ ઉપર આવરણ થશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યહોવા સિયોન પર્વતના દરેક રહેઠાણ પર, ને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો, અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે સર્વ ગૌરવ ઉપર આચ્છાદાન થશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 સિયોન પર્વત પર અને ત્યાં એકત્ર થયેલા બધા પર પ્રભુ દિવસે વાદળ અને ધૂમાડો તથા રાત્રે અગ્નિનો પ્રકાશ પાથરશે. ઈશ્વરનું ગૌરવ સમગ્ર શહેર ઉપર આચ્છાદન કરશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 યહોવા સિયોનના પર્વતને અને ત્યાં ભેગા થયેલા લોકો ને દિવસ દરમ્યાન વાદળ દ્વારા અને રાત દરમ્યાન જ્યોતિ અને ધુમાડાથી ભરી દેશે.

See the chapter Copy




યશાયા 4:5
25 Cross References  

જે માર્ગે તેઓએ જવું જોઈએ તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેઘસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.


તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો.


યહોવાહની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ.


તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા.


જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું.


સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે અને જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં તે વધારે ભયાવહ છે.


પછી પ્રભાતના પ્રથમ પહોરમાં અગ્નિસ્તંભ તથા મેઘસ્તંભમાંથી યહોવાહે મિસરીઓના સૈન્ય પર નજર કરી. તેઓના પર હુમલો કર્યો. તેઓનો પરાજય કર્યો.


યહોવાહનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ પર્વતને ઢાંકી રાખ્યો. અને સાતમે દિવસે યહોવાહે વાદળમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો.


વળી તું દશ પડદાનો મંડપ બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના અને નિપુણ વણકરોના વણેલા વસ્ત્રના અને ભૂરા, કિરમજી તથા જાંબલી પડદા તૈયાર કરજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરુબો ભરાવજે.


આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માટે તું બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદા તૈયાર કરજે.


મારા લોકો શાંતિના સ્થાનમાં, સુરક્ષિત આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.


સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જેનો તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ અને જેની દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું થયેલું જોશે.


કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.”


હું મારું ન્યાયીપણું પાસે લાવું છું; તે દૂર રહેનાર નથી અને હવે હું તમારો ઉદ્ધાર કરવાનો છું; અને હું સિયોનનો ઉદ્ધાર કરીશ અને મારી સુંદરતા ઇઝરાયલને આપીશ.


ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે અને યહોવાહનો મહિમા તારા પર ઊગ્યો છે.


જો કે અંધકાર પૃથ્વીને તથા ઘોર અંધકાર દેશોને ઢાંકશે; છતાં પણ યહોવાહ તારા પર ઊગશે અને તેમનો મહિમા તારા પર દેખાશે.


કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.”


મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


Follow us:

Advertisements


Advertisements