Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યશાયા 39:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછ્યું, “એ માણસોએ તમને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછયું, “એ માણસોએ તમને શું કહ્યું? તેઓ તમારી પાસે ક્યાંથી આવ્યા?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 ત્યારે સંદેશવાહક યશાયાએ હિઝકિયા રાજાની પાસે જઈને તેને પૂછયું, “આ લોકો ક્યાંથી આવ્યા છે? તેમણે તને શું શું કહ્યું છે?” હિઝકિયાએ જવાબ આપ્યો, “તેઓ દૂર દેશથી, એટલે બેબિલોનથી આવ્યા છે.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “તે લોકો શું કહે છે? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝિક્યાએ પ્રત્યુત્તર આપ્યો, “તેઓ દૂર દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”

See the chapter Copy




યશાયા 39:3
15 Cross References  

પછી ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને કહ્યું કે, “નગરમાં બે માણસ હતા. એક દ્રવ્યવાન અને બીજો ગરીબ હતો.


તે જ સમયે હનાની પ્રબોધક યહૂદિયાના આસા રાજા પાસે આવીને તેને કહ્યું, “તમે પ્રભુ ઈશ્વરને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, માટે અરામના રાજાનું સૈન્ય તમારા હાથમાંથી છટકી જઈ શક્યું છે.


ત્યારે પ્રબોધક હનાનીનો દીકરો યેહૂ યહોશાફાટ રાજાને મળવા ગયો અને તેને કહ્યું, “શું તારે દુર્જનોને મદદ કરવી જોઈએ? અને જેઓ ઈશ્વરને ધિક્કારે છે તેઓ પર શું તારે પ્રેમ કરવો જોઈએ? એને લીધે ઈશ્વરનો કોપ તારા પર પ્રગટ થયો છે.


તેથી ઈશ્વરનો રોષ તેના ઉપર સળગી ઊઠ્યો. તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, “જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તે દેવોની પૂજા તેં શા માટે કરી?”


તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. તેથી આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું: “યહોવાહ એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, તું જીવવાનો નથી.”


“જઈને મારા લોકના આગેવાન હિઝકિયાને કહે, “તારા પિતા દાઉદના ઈશ્વર યહોવાહ એમ કહે છે, ‘તારી પ્રાર્થના મેં સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. જુઓ, હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ.


યશાયાએ પૂછ્યું, “તેઓએ તારા મહેલમાં શું શું જોયું છે?” હિઝકિયાએ કહ્યું, “મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે. મારા ભંડારોમાં એવી એક પણ વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ના હોય.”


દેશના લોકોને જાણ કરો. જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનારા આવે છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદો કરે છે.


યહોવાહ કહે છે, જુઓ! હે ઇઝરાયલના લોકો, હું તમારી સામે દૂરથી એક પ્રજાને લાવીશ. તે તો પ્રાચીન અને બળવાન પ્રજા છે. અને તેની ભાષા તમે જાણતા નથી. અને તે જે બોલે છે તે તું સમજતો નથી.


જુઓ, દૂર દેશમાંથી મારા લોકોની દીકરીઓના રુદનનો પોકાર સંભળાય છે, શું યહોવાહ સિયોનમાં નથી? શું તેનો રાજા તેમાં નથી? તેઓએ શા માટે પોતાની કોતરેલી મૂર્તિઓથી અને પારકી વસ્તુઓ દ્વારા મને ક્રોધિત કર્યો છે?


યહોવાહ પૃથ્વીના છેડાથી એટલે દૂર દેશથી એક દેશજાતિ જેની ભાષા તમે સમજશો નહિ તેને જેમ ગરુડ ઊડતો હોય છે તેમ તમારી વિરુદ્ધ લાવશે;


પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆ પાસે ગયા અને તેને અને ઇઝરાયલના માણસોને કહ્યું, “અમે બહુ દૂર દેશથી આવ્યા છીએ, તેથી હવે અમારી સાથે સુલેહથી વર્તો.”


તેઓએ તેને કહ્યું, “તારા પ્રભુ યહોવાહનાં નામે, તારા દાસો ઘણે દૂર દેશથી અહીં આવ્યા છીએ. જે સર્વ તેમણે મિસરમાં કર્યું તેના વિષેનો અહેવાલ અમે સાંભળ્યો છે.


Follow us:

Advertisements


Advertisements