યશાયા 3:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યહોવાહ કહે છે કે સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે અને તેઓ માથું ઊંચું રાખીને, આંખોથી કટાક્ષ મારતી, પગથી છમકારા કરતી અને ઠમકતી ઠમકતી ચાલે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 વળી યહોવા કહે છે, “સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે, તેઓ માથું ઊંચું રાખીને, કટાક્ષ મારતી, પગથી છમકારા કરતી, અને ઠમકતી ઠમકતી ચાલે છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.16 પ્રભુ કહે છે, “સિયોન એટલે યરુશાલેમની સ્ત્રીઓ કેવી ઘમંડી છે! તેઓ ઊંચી ડોક રાખીને, લોભામણી આંખોથી મિચકારા મારતી ઝાંઝરના ઝમકાર સાથે લટકમટક ચાલે છે. See the chapterપવિત્ર બાઈબલ16 વળી યહોવા કહે છે, “સિયોનની પુત્રીઓ ઘમંડી થઇ ગઇ છે! તેઓ ઊંચી ડોક કરીને, રમતિયાળ આંખોથી ચારેબાજુ જોતી અને રણકતા ઝાંઝરને ઝમકાવતી લયમાં ચાલે છે.” See the chapter |