Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યશાયા 2:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહોવાહના ભયથી અને તેમના માહાત્મ્યના પ્રતાપથી બચવા, ખડકોમાં શરણ શોધો અને જમીનમાં સંતાઈ જાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યહોવાના ભયથી, અને તેમના માહાત્મ્યના પ્રતાપથી ખડકમાં પેસી જ, ને ધૂળમાં સંતાઈ રહે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુના રોષથી તથા તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જાઓ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

10 પોતાને યહોવાની મહાનતા અને તેમની ભવ્યતાના મહિમાંથી બચવા ખડકોમાં શરણ શોધો, જમીનમાં સંતાઇ જાઓ.

See the chapter Copy




યશાયા 2:10
22 Cross References  

પણ ઈશ્વર તરફથી આવતી વિપત્તિ મારા માટે ભયંકર છે; કેમ કે તેમની ભવ્યતાને લીધે, હું આમાંની એકપણ બાબત કરી શકું તેમ નથી.


તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.


સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે.


તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?


ન્યાયને દિવસે દૂરથી તમારા પર આવનાર વિનાશનું તમે શું કરશો? તમે સહાયને માટે કોની પાસે દોડશો અને તમારી સંપત્તિ ક્યાં મૂકશો?


જેમ તરનાર તરવા માટે પોતાના હાથ પ્રસારે છે, તે પ્રમાણે તેઓ પોતાના હાથ પ્રસારશે; અને તેના હાથની ચાલાકી છતાં યહોવાહ તેના ગર્વને ઉતારી નાખશે.


પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; તેઓ સર્વ ખાડાઓમાં ફસાયેલા, કારાગૃહોમાં પુરાયેલા છે; તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, તેમને છોડાવનાર કોઈ નથી અને “તેઓને પાછા લાવો” એવું કહેનાર કોઈ નથી.


પરંતુ યહોવાહ સત્ય ઈશ્વર છે, તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના રોષથી ધરતી ધ્રૂજી ઊઠે છે. અને તેમનો ક્રોધ પ્રજાઓ ખમી શકતા નથી.


હે સર્વ પ્રજાઓના રાજા, તમારો ભય કોને નહિ લાગે? કેમ કે રાજ્ય તમારું છે. વળી વિદેશીઓના સર્વ જ્ઞાનીઓમાં અને બધા રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી.


“યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તે જ રીતે હું યહૂદિયા અને યરુશાલેમનું ગર્વ ઉતારીશ.


ઇઝરાયલના પાપના કારણે ભક્તિસ્થાનો નાશ પામશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને કહેશે કે, “અમને ઢાંકી દો!” અને ડુંગરોને કહેશે કે, અમારા પર પડો!”


હે નિનવે, તું પણ નશાથી ચકચૂર બનશે; તું પોતાને છુપાવશે; તું પણ શત્રુને લીધે આશ્રયસ્થાન શોધશે.


પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો.


ત્યારે તેઓ પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરીઓને કહેશે કે, અમને ઢાંકી દો.’”


પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે


Follow us:

Advertisements


Advertisements