યશાયા 11:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ ન્યાયીપણાથી તે ગરીબોનો અને નિષ્પક્ષપણે તે દેશના દીનોનો ઇનસાફ કરશે. પોતાના મુખની સોટીથી તે પૃથ્વીને મારશે અને પોતાના હોઠોના શ્વાસથી તે દુર્જનોનો સંહાર કરશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ ન્યાયીપણાથી તે નિરાધારનો ઇનસાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે; અને પોતાના મોંની સોટીથી તે જુલમીને મારશે, ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે. See the chapterપવિત્ર બાઈબલ4 પણ તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુ:ખીજનોનો સચ્ચાઇથી ન્યાય કરશે. અન્યાયીઓને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંહાર કરશે. See the chapter |