Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યશાયા 1:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જયારે તમે મારી સંમુખ આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માગ્યું છે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તમે મારું દર્શન કરાવ માટે આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે ખૂંદો છો એમ કરવાને કોણે તમારી પાસે માગ્યું છે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 “મારા સાંનિધ્યમાં આવતી વેળાએ તમને આ બધું લાવવાનું કોણે કહ્યું? મારા મંદિરના આંગણાને આમ તમારા પગ નીચે ખૂંદવાનું કોણે કહ્યું?

See the chapter Copy

પવિત્ર બાઈબલ

12 તમને મારા માટે અર્પણો લાવવા કોણે કહ્યું હતું? મારા મંદિરના આંગણાને હવે જરાપણ કચડો નહિ.

See the chapter Copy




યશાયા 1:12
10 Cross References  

તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, પણ તમે મારા કાન ઉઘાડ્યાં છે; તમે દહનીયાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાં નથી.


પ્રતિવર્ષ ત્રણ વખત તમારામાંના પ્રત્યેક પુરુષે મારી ખાસ જગ્યાએ, મારી સાથે તમારા માલિક સાથે હાજર રહેવું.


દર વર્ષે તારા સઘળા પુરુષો ઇઝરાયલના ઈશ્વર યહોવાહની આગળ ત્રણવાર હાજર થાય.


ઈશ્વરના ઘરમાં તું જાય ત્યારે તારાં પગલાં સંભાળ કેમ કે મૂર્ખો ખોટા કામ કરે એવું તેઓ જાણતા નથી. તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવા પાસે જવું તે વધારે ઉચિત છે.


શું તમારી દૃષ્ટિમાં આ મારું ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તે લૂંટારુઓની ગુફા થઈ ગઈ છે? જુઓ! મેં જાતે આ બધું જોયું છે એમ યહોવાહ કહે છે.


હે મનુષ્ય, તેણે તને જણાવ્યું છે, કે સારું શું છે; ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું, યહોવાહ તારી પાસે બીજું શું માગે છે.


“દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે, જ્યારે તમે પાંચમા અને સાતમા માસમાં ઉપવાસ અને શોક કર્યો, વળી આ સિત્તેર વર્ષોમાં તમે સાચે જ મારા માટે ઉપવાસ કર્યો હતો?


લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળી બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે.


તમારા બધા પુરુષો એ જે જગ્યા યહોવાહ પસંદ કરે ત્યાં વર્ષમાં ત્રણ વાર યહોવાહ તમારા ઈશ્વરની આગળ ઉપસ્થિત થવું. બેખમીરી રોટલીના પર્વના પ્રસંગે અઠવાડિયાનાં પર્વના પ્રસંગે અને માંડવાપર્વના પ્રસંગે યહોવાહ આગળ ખાલી હાથે આવવું નહિ.


Follow us:

Advertisements


Advertisements