નિર્ગમન 5:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વરે અમને લોકોને દર્શન આપ્યું છે. અમારા ઈશ્વરનું ભજન કરવા માટે તું અમને અરણ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કરવા જવા દે, ત્યાં અમે યહોવાહને યજ્ઞાર્પણ કરીશું. જો અમને નહિ જવા દે તો ઈશ્વર તરફથી દેશ પર મરકી અને તલવારરૂપી આફત આવી પડશે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેઓએ કહ્યું, “હિબ્રુઓના ઈશ્વરનો અમને મેળાપ થયો છે. અમારા ઈશ્વર યહોવાને માટે યજ્ઞ કરવા માટે ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં અમને જવા દો. રખેને તે મરકી કે તરવારરૂપે અમારા ઉપર આવી પડે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.3 મોશે અને આરોને જવાબ આપ્યો, “અમને હિબ્રૂઓના ઈશ્વરનો મેળાપ થયો છે. તેથી અમારી વિનંતી છે કે અમારા ઈશ્વર પ્રભુ સમક્ષ યજ્ઞ કરવા માટે મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર અમને રણપ્રદેશમાં જવા દો. નહિ તો તે કદાચ અમારો રોગચાળાથી કે તલવારથી નાશ કરશે.” See the chapterપવિત્ર બાઈબલ3 ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના દેવે અમને લોકોને દર્શન આપ્યાં છે, એટલા માંટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને રણમાં ત્રણ દિવસ પ્રવાસ કરવા દો. ત્યાં અમે અમાંરા દેવ યહોવાને એક યજ્ઞ અર્પણ કરીશું, જો અમે એ પ્રમાંણે નહિ કરીએ તો તેમનો ક્રોધ ભભૂકી ઊઠશે અને અમાંરો નાશ કરશે. તે અમને મરકી કે તરવારનો ભોગ બનાવશે.” See the chapter |