Biblia Todo Logo
Online Bible

- Advertisements -




નિર્ગમન 3:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 માટે હવે, મારા ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લઈ આવવા હું તને ફારુન પાસે મોકલું છું.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 માટે હવે ચાલ, મિસરીમાંથી મારા લોક ઇઝરાયલીઓને કાઢી લાવવા માટે હું તને ફારુન પાસે મોકલું છું.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 તો ચાલ, તૈયાર થા. હું તને મારા ઇઝરાયલી લોકોને ઇજિપ્તમાંથી કાઢી લાવવા ફેરો પાસે મોકલું છું.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

10 ચાલ, એટલા માંટે હું તને ફારુન પાસે મોકલું છું. જાઓ, તમે ઇસ્રાએલના માંરા લોકોને મિસરમાંથી બહાર લઈ આવો.”

See the chapter Copy




નિર્ગમન 3:10
20 Cross References  

કેમ કે હું તો તમને મિસર દેશમાંથી બહાર લાવ્યો અને મેં તમને ગુલામીના ઘરમાંથી છોડાવ્યા. મેં તમારી પાસે મૂસાને, હારુનને તથા મરિયમને મોકલ્યાં.


તેમણે પોતાના સેવક મૂસાને અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા.


શમુએલે લોકોને કહ્યું, “મૂસા તથા હારુનને નીમનાર તથા તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવનાર ઈશ્વર છે.


મિસરમાં જે મારા લોક છે તેઓનું દુઃખ મેં નિશ્ચે જોયું છે, તેઓના નિસાસા મેં સાંભળ્યાં છે, અને તેઓને છોડાવવાં હું ઊતર્યો છું; હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.’


તમે મૂસા તથા હારુનની મારફતે તમારા લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ દોર્યા.


મૂસાએ તેઓને બહાર લાવતાં મિસર દેશમાં, સૂફ લાલ સમુદ્રમાં તથા ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યા.


પ્રબોધક મારફતે યહોવાહ ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લાવ્યા, પ્રબોધક દ્વારા તેઓનું રક્ષણ થયું.


ઈશ્વરે તેને કહ્યું કે, તારા વંશજો પરદેશમાં રહેશે, અને ત્યાંના લોકો ચારસો વર્ષ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુઃખ આપશે.


વળી ઈશ્વરે કહ્યું કે, ‘તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ, અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ સ્થળે મારી સેવા કરશે.’


પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું નિશ્ચે જાણી લે કે, તારા વંશજો વિદેશમાં ભટકશે, ગુલામ બનશે અને તેઓ પર ચારસો વર્ષ સુધી જુલમ ગુજારવામાં આવશે.


તેઓ જે લોકોની સેવા કરશે, તે લોકોનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી મુક્ત થઈને બહાર આવશે.


આ રીતે હારુન અને મૂસા લેવી કુળના વંશજો હતા. તેઓની સાથે ઈશ્વરે વાત કરી હતી કે, “ઇઝરાયલીઓને તેઓનાં કુળોના સમૂહ પ્રમાણે મિસરમાંથી બહાર લઈ આવો.”


ઇઝરાયલી લોકો મિસરમાં ચારસો ત્રીસ વર્ષ સુધી રહ્યા હતા.


અને ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં તે જ દિવસે યહોવાહના આ લોકોનાં તમામ કુળો મિસરમાંથી વિદાય થયાં.


મૂસાએ યહોવાહને કહ્યું, “તમે મને કહો છો, ‘આ લોકોને દોરી લઈ જાઓ,’ પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પણ તમે કહ્યું, ‘હું તને નામથી ઓળખું છું અને મારી દ્રષ્ટિમાં તું કૃપા પામ્યો છે.’


હવે જો તમારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરીને મને તમારા માર્ગ જણાવજો કે, હું તમને ઓળખું, એ માટે તે તમારા લોકો છે એ તમે લક્ષમાં લો.”


યાકૂબ મિસરમાં આવ્યો અને જયારે તમારા પિતૃઓ ઈશ્વરની આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે મૂસા તથા હારુનને મોકલ્યા, તે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા અને આ જગ્યાએ વસાવ્યા.


ઈશ્વરે તેના તરફ કૃપાદ્રષ્ટિ કરીને કહ્યું, “તું તારા આ સામર્થ્ય દ્વારા આગળ વધ. ઇઝરાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી બચાવ. મેં તને મોકલ્યો નથી શું?”


Follow us:

Advertisements


Advertisements