નિર્ગમન 3:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને ચરાવવા અરણ્યની પશ્ચિમ દિશામાં ઈશ્વરના પર્વત હોરેબ પર ગયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે મૂસા પોતાના સસરાનાં એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. અને તે એ ઘેટાંને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો, ને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 મોશે પોતાના સસરા મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. એક દિવસ તે ઘેટાંને વેરાનપ્રદેશની પશ્ર્વિમ તરફ લઈ ગયો, અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો. See the chapterપવિત્ર બાઈબલ1 હવે મૂસા પોતાના સસરાના એટલે મિધાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં ચરાવતો અને સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને રણની પશ્ચિમ દિશામાં દેવના પર્વત હોરેબ પર દોરી ગયો. See the chapter |
અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબ સાથે મૂસાએ વાત કરી. દુએલ એ મૂસાની પત્નીનો પિતા હતો. મૂસાએ હોબાબને કહ્યું કે, “જે જગ્યા વિષે યહોવાહે અમને કહ્યું છે ત્યાં જવા માટે આપણે મુસાફરી કરીએ છીએ. યહોવાહે કહ્યું છે કે, ‘હું તમને તે આપીશ.’ અમારી સાથે ચાલો અને અમે તમારું ભલું કરીશું. કેમ કે યહોવાહે ઇઝરાયલનું ભલું કરવાનું વચન આપ્યું છે.”