નિર્ગમન 2:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પરંતુ તેનાથી વધારે સમય સુધી તેને સંતાડી રાખવાનું શક્ય ન હતું, તેથી તેણે ગોમતૃણની એક પેટી બનાવી, તેને ચીકણી માટી અને ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડ્યો. પછી પેટીને તે નીલ નદી કિનારે બરુઓના છોડ વચ્ચે મૂકી આવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેથી વધારે સમય તેને સંતાડવા તે અશક્ત હોવાથી તેણે તેને માટે ગોમતૃણની એક પેટી લીધી, ને તેને ચીકણી માટીથી તથા ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડયો, અને પેટીને નદીને કાંઠે બરુઓ મધ્યે મૂકી. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 પણ પછી તેને વધારે સમય સંતાડી રાખવાનું અશકાય હોવાથી તેણે તેને માટે નેતરની ટોપલી લઈને તેને ચીકણી રાળ અને ડામરથી લીંપી લીધી. પછી છોકરાને તેમાં મૂકીને તેને નદીકાંઠાના બરુઓ મધ્યે મૂકી આવી. See the chapterપવિત્ર બાઈબલ3 પણ પછી તેને સંતાડી રાખવાનું શક્ય ન રહ્યું એટલે તેણે નેતરનો એક કરંડિયો લીધો, તેને ડામરથી લીપ્યો જેથી તે તરતો રહે. તેમાં બાળકને સુવાડીને કરંડિયો તે નદી કિનારે બરુઓમાં મૂકી આવી. See the chapter |