નિર્ગમન 1:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 માટે આપણે તેઓ સાથે ચાલાકીથી વર્તીએ, નહિ તો તેઓ વધી જશે અને સંજોગોવશાત આપણને કોઈની સાથે લડાઈ થાય તો સંભવ છે કે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જાય, આપણી સામે લડે અને દેશમાંથી જતા રહે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 માટે ચાલો, આપણે તેઓ પ્રત્યે ચાલાકીથી વર્તીએ; નહિ તો તેઓ વધી જશે, ને કોઈ લડાઈ જાગે ત્યારે એવું બને કે તેઓ આપણા શત્રુઓની સાથે મળી જઈને આપણી સામે લડે, ને દેશમાંથી નીકળી જાય.” See the chapterપવિત્ર બાઇબલ C.L.10 માટે આપણે તેમની સાથે ચાલાકીથી વર્તીએ; નહિ તો હજી તેમની વસ્તી વધવાની, અને આપણી સામે લડાઈ ફાટી નીકળે ત્યારે આપણા શત્રુઓ સાથે મળી જઈને તેઓ આપણી સામે લડે અને દેશમાંથી નાસી છૂટે.” See the chapterપવિત્ર બાઈબલ10 માંટે હવે આપણે તેમની વિરુદ્ધ કોઈ ચોક્કસ યોજના ઘડવી જોઈએ. જેથી તેઓમાં વધારો થતો અટકી જાય. નહિ તો યુદ્ધ ફાટી નીકળે ત્યારે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જઈને આપણી સામે લડશે અને આપણા દેશમાંથી ભાગી જશે.” See the chapter |