2 તિમોથી 4:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હવે મારે માટે ઈનામ રાહ જોવે છે કેમ કે હું ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો છું. ઈશ્વર મારો યોગ્ય રીતે ન્યાય કરશે.જયારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ મને તે ઈનામ આપશે.અને જેઓ તેમના આવવાની આતુરતા પૂર્વક રાહ જોવે છે તેઓ દરેકને પણ તે આપશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હવે મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે; અને માત્ર મને નહિ, પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે. See the chapterપવિત્ર બાઈબલ8 હવે મારે સાંરું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તેથી એ મુગટ મને મળશે કારણ કે હું દેવ સાથે ન્યાયી છું. પ્રભુ તો એવો ન્યાયાધીશ છે કે જે યોગ્ય જ ન્યાય કરે છે. તે દિવસે પ્રભુ મને તે મુગટ આપશે. હા! તે મને મુગટ આપશે. પ્રભુના પ્રગટ થવાની ઇચ્છા રાખનારા અને તેની પ્રતિક્ષા કરનારા સર્વ લોકોને પ્રભુ તે મુગટ આપશે. See the chapter |