Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 4:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તું આવે ત્યારે, જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મુક્યો હતો તે લેતો આવજે. વળી પુસ્તકો અને, ખાસ કરીને જે પશુના ચામડામાંથી બનેલા છે તે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મૂક્યો છે તે, અને પુસ્‍તકો પણ વિશેષે કરીને ચર્મપત્રો, આવતી વખતે સાથે લેતો આવજે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 ત્રોઆસમાં ર્કાપસ પાસે જે ઝભ્ભો હું મૂક્તો આવ્યો છું તે તું આવે ત્યારે સાથે લેતો આવજે અને પુસ્તકો અને ખાસ કરીને ચર્મપત્રોને પણ લાવજે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

13 હું જ્યારે ત્રોઆસમાં હતો ત્યારે કાર્પસ પાસે મારો કોટ મૂકી આવ્યો છું. તો તું જ્યારે આવે ત્યારે મારો એ કોટ લેતો આવજે. અને મારાં પુસ્તકો પણ લાવજે. જે પુસ્તકો વિશિષ્ટ રીતે ચર્મપત્રો પર લખેલા છે તેની મારે ખાસ જરૂર છે.

See the chapter Copy




2 તિમોથી 4:13
7 Cross References  

જે તારો કોટ લેવા માટેનો દાવો કરીને તને ન્યાયસભામાં લઈ જવા ઇચ્છે, તેને તારું પહેરણ પણ લેવા દે.


એ માટે અમે વહાણમાં બેસીને ત્રોઆસથી સીધા સામોથ્રાકી આવ્યા, બીજે દિવસે નિઆપોલીસ પહોંચ્યા;


માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.


તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.


અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ.


શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત એ બધું મેં સહન કર્યું.


Follow us:

Advertisements


Advertisements