Biblia Todo Logo
Online Bible

- Advertisements -




૨ શમુએલ 1:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 શાઉલના મરણ પછી, દાઉદ અમાલેકીઓની કતલ કરીને પાછો આવ્યો. અને સિકલાગ નગરમાં બે દિવસ રહ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શાઉલના મરણ પછી એમ થયું કે, દાઉદ અમાલેકીઓને કતલ કરવાના કામ પરથી પાછો આવીને સિક્લાગમાં બે દિવસ રહ્યો હતો. ત્યાર પછી

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 શાઉલના મરણ પછી દાવિદ અમાલેકીઓ પર જીત મેળવીને પાછો આવ્યો અને બે દિવસ સિકલાગમાં રહ્યો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 શાઉલના મૃત્યુ પછી દાઉદ અમાંલેકીઓને હરાવીને પાછો ફર્યો અને બે દિવસ સિકલાગમાં રહ્યો.

See the chapter Copy




૨ શમુએલ 1:1
6 Cross References  

પછી તેઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ એટલે કાદેશમાં આવ્યા અને અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.


તેથી આખીશે તેને તે દિવસે સિકલાગ આપ્યું; એ માટે સિકલાગ આજ સુધી યહૂદિયાના રાજાઓની માલિકીનું છે.


દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિકલાગમાં પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે, અમાલેકીઓએ નેગેબ ઉપર તથા સિકલાગ ઉપર હુમલો કર્યો. તેઓએ સિકલાગ પર હુમલો કર્યો. મારો ચલાવ્યો. અને તેને બાળી મૂક્યું.


પછી શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર તાણીને મને વીંધી નાખ. નહિ તો, આ બેસુન્નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરશે.” પણ તેના શસ્ત્રવાહકે એમ કરવાની ના પાડી, કેમ કે તે ઘણો ગભરાતો હતો. તેથી શાઉલ પોતાની તલવાર લઈને તેની ઉપર પડ્યો.


તેથી શાઉલ, તેના ત્રણ દીકરાઓ તથા તેનો શસ્ત્રવાહક તેના સર્વ માણસો તે જ દિવસે એકસાથે મરણ પામ્યા.


Follow us:

Advertisements


Advertisements