2 પિતર 2:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેમ જ ઈશ્વરે પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત લોકોને બચાવ્યાં; See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેમ જ [ઈશ્વરે] પુરાતન જગતને પણ છોડયું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 પ્રાચીન દુનિયાને પણ ઈશ્વરે છોડી નહિ, પણ નાસ્તિક લોકોની દુનિયા પર જળપ્રલય મોકલ્યો. ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં કેવી રીતે આવી શકાય તેનો ઉપદેશ કરનાર નૂહ અને તેની સાથે બીજા સાત માણસોને તેમણે બચાવ્યાં. See the chapterપવિત્ર બાઈબલ5 જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું. See the chapter |