2 પિતર 2:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 [ઇઝરાયલી] લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાંખડી મતો ગુપ્ત રીતે ફેલાવશે, અને જે પ્રભુએ તેઓનો ઉદ્વાર કર્યો તેમનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વહોરી લેશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 ભૂતકાળમાં લોકો મયે જૂઠા સંદેશવાહકો ઊભા થયા હતા, અને તમારી મયે પણ તે જ પ્રમાણે જૂઠા શિક્ષકો ઊભા થશે. તેઓ વિનાશકારક જૂઠા સિદ્ધાંતો શીખવશે, તેમનો ઉદ્ધાર કરનાર પ્રભુનો નકાર કરશે See the chapterપવિત્ર બાઈબલ1 ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે. See the chapter |