1 તિમોથી 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 વળી કોઈ વિધવાના સંતાનો અથવા સંતાનોના સંતાનો હોય તો તેઓ પ્રથમ પોતાના ઘર પ્રત્યે સમર્પિત બને અને પોતાનાં માતાપિતાનું ઋણ ચુકવવાનું શીખે, જે ખરેખર ઈશ્વર સમક્ષ રુચિકર છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ જો કોઈ વિધવાને છોકરાં કે છોકરાંના છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતાં તથા પોતાનાં માતપિતાના આભારનો બદલો વાળતાં શીખે; કેમ કે એ ઈશ્વરને પ્રિય છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 તો તેમણે પ્રથમ તેમના પોતાના ઘર પ્રત્યે પોતાની ધાર્મિક જવાબદારી અદા કરવી જોઈએ અને માબાપનું ઋણ અદા કરવું જોઈએ. See the chapterપવિત્ર બાઈબલ4 પરંતુ જો કોઈ વિધવાને બાળકો હોય અથવા પૌત્ર-પૌત્રીઓ હોય તો પ્રથમ તો તેમણે આ શીખવાની જરુંર છે: એ બાળકો અથવા પૌત્રોઓ પોતાના જ કુટુંબ પ્રત્યેની વફાદારી તેઓને મદદરુંપ થઈને બતાવવી જોઈએ. જ્યારે તેઓ આમ કરે છે ત્યારે તેઓ પોતાનાં મા-બાપનું ઋણ અદા કરે છે. એનાથી દેવ પ્રસન્ન થાય છે. See the chapter |