Biblia Todo Logo
Online Bible

- Advertisements -




1 તિમોથી 1:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે અવિશ્વાસી હોવાથી મેં અજ્ઞાનતામાં તે કર્યું હતું;

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલમી હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે [તે વખતે મને ખ્રિસ્ત પર] વિશ્વાસ નહિ હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

13 ભૂતકાળમાં તો હુ ખ્રિસ્તની વિરૂદ્ધમાં બોલતો હતો, અને બધા પર જુલમ ગુજારતો હતો મે તેને આઘાત આપે તેવા ઘણાં કામો કર્યા. પરંતુ દેવે મને ક્ષમા આપી, કેમ કે હુ શું કરતો હતો તેનું મને ભાન નહોતું. જ્યાં સુધી હુ વિશ્વાસુ ન થયો, ત્યાં સુધી એવું કર્યા કર્યુ.

See the chapter Copy




1 તિમોથી 1:13
25 Cross References  

હું મારા માટે તેને દેશમાં રોપીશ. લો રૂહામા જે કૃપા પામેલી ન હતી તે પર હું કૃપા કરીશ. જેઓ મારા લોકો નથી તેઓને કહીશ કે, ‘તમે મારા લોકો છો,’ અને તેઓ કહેશે, ‘તમે અમારા ઈશ્વર છો.’”


પરંતુ જો દુખાતું માંસ બદલાઈને ફરીથી સફેદ થઈ જાય, તો તે યાજક પાસે આવે.


પણ જો કોઈ વ્યક્તિ પછી તે ઇઝરાયલનાં વતની હોય કે વિદેશી હોય પણ જાણી જોઈને ઇરાદાપૂર્વક તે પાપ કરે તો તે મારું અપમાન કરે છે. તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય.


જે દાસ પોતાના માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.


ઈસુએ કહ્યું, ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.’ ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા.


વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો.


હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું.


પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને જેલમાં પૂર્યા.


શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને


પણ અનાન્યાએ ઉત્તર આપ્યો કે, પ્રભુ યરુશાલેમમાંના તમારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાંનાં મોંથી સાંભળ્યું છે;


ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તમે કોણ છો? તેમણે કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે;


કેમ કે પ્રેરિતોમાંના સર્વ કરતાં હું નાનો છું, અને હું પ્રેરિત ગણાવા પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળીની સતાવણી કરી હતી.


હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.


હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું જે જીવન હતું તે વિષે તો તમે સાંભળ્યું છે, કે હું ઈશ્વરની મંડળીને અતિશય સતાવતો અને તેની પાયમાલી કરતો હતો.


ધર્મના આવેશ સંબંધી વિશ્વાસી સમુદાયને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયીપણા સંબંધી નિર્દોષ.


પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય.


એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.


તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ ઈશ્વરની પ્રજા છો; કોઈ એક સમયે તમે દયા પામેલા નહોતા, પણ હાલ દયા પામ્યા છો.


Follow us:

Advertisements


Advertisements